પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


એ આપણો તારક છે એવે શ્રદ્ધાના પાયા ઉપર સંપ્રદાયની રચના થાય છે. ત્યાર પછી આ પ્રથમ શરણની ભાવના જુદું જ સ્વરૂપ પકડે છે.

આ ત્રણ શરણ આધ્યાત્મિક માર્ગમાં જ ઉપકારી છે એમ માનવાનું નથી. કોઇ પણ સંસ્થા કે પ્રવૃત્તિ, નેતા કે આચાર્યને વિષે શ્રદ્ધા, એના નિયમોનું પાલન અને એમાં જોડાયેલા બીજા જનો પ્રત્યે બંધુભાવ વિના યશસ્વી થઇ શકતી નથી. 'પોતાની સંસ્થાનું અભિમાન' એ શબ્દોમાં આ ત્રણ ભાવનાઓ જ પરોવાયેલી છે; અને તેથી ઉપર કહ્યું છે કે આ શરણત્રય સ્વાભાવિક છે.

હાલના કાળમાં ગુરુભક્તિ વિષે ઉપેક્ષા કે અનાદરની વૃત્તિ કેટલેક ઠેકાણે જોવામાં આવે છે. ઉન્નતિની ઇચ્છા રાખનારે એ વૃત્તિને સ્વીકારી લેવાની લાલચમાં પડવું ન જોઇયે. આર્યાવ્રતના ધર્મો અનુભવના માર્ગો છે. અનુભવો કદી પણ વાણીથી બરાબર બતાવી શકાય નહિ. પુસ્તકો એથી પણ ઓછું બતાવે. પુસ્તકોથી જ સર્વ જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો વિદ્યાર્થીને મૂળાક્ષર, બારાખડી અને સો કે હજાર સુધી આંકડા શીખવી શાળાઓ બંધ કરી શકાય. પણ પુસ્તક કદી શિક્ષકની અવેજી લઇ શકે જ નહિ; તેમ શાસ્ત્રો અનુભવ લીધેલા સંતની તોલે આવી શકે જ નહિ.

વળી ભક્તિ - પૂજ્ય ભાવ, આદર- એ મનુષ્યની એક સ્વાભાવિક વૃતિ છે. થોડે ઘણે અંશે સર્વેમાં એ રહેલી છે. જેમ જેમ એ પરોક્ષ અથવા કલ્પનાઓમાંથી નીકળી

૭૦