પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨ કાળના વિદ્ગો ભાષાને જેવી તુચ્છ ગણે છે, તેવી તે નથી. કવિતાના— રસાલંકાર તે પિંગલના ભેદમાં આ ભાષા મરેઠી ને હિંદુસ્તાનીથી ઘણી ઉતરતી છે, દિપ મનને આનંદ આપવામાં, પોતાની કુમળી વાણી દર્શાવવામાં તે ખીજી ભાષાની કવિતા કરતાં ઉતરતી નથીજ-અલખતાં જે વિષયોની પસંઃગી કરવામાં આવી છે, તે ઇશ્વર સંબંધી છે, તેમાં સધળાજ કવિયા પેતાનું ઐશ્વર્ય બતાવવામાં વિજયી થયા નથી; પણ જે ત્રણુ ચાર કવિએ:એ પેાતાની છટાદાર માનીમાં રસજ્ઞાન દર્શાવ્યુ છે તે ખીજી ભાષાના ઉત્તમ કવિની સાથે થાડે કિવા ઘણે દરજ્જે પણ સ્પર્ધા કરી શકે છે તે અર્વાચીન પ્રાકૃત ભાષાના ગૂજરાતી ભાષાની કવિતા કાસ દર્શાવયે કાંટામાં પેહલેસ્થાને બીરાજે છે. રસાલંકારમાં ને કાવ્યશાસ્ત્રના નિયમાનુ દર્શન કરાવવામાં મી ને હિંદુસ્થાની ભાષાએ પોતાની પ્રતિષ્ઠા ઘણી વધારી છે, પણ કવિતાની કોમળ રસમય લાલિત્યમયવાણીમાં ગુજરાતી ભાષાની કવિતાએ કશી પણ એછપ રાખી નથી, ને જ્ઞાન માર્ગમાં ગૂજરાતી ભાષાની કવિતા જોકે શ્રેણી ઘેાડી છે તાપણ તે થોડી કવિતા જીના કવિઓની કતિ ઉજ્વલ રખાવે એવી છે. ગુજરાતી ભાષાની કવિતાને આ પેલો સંગ્રહ અમારી તરફથી બહાર પાડતાં આપણી આ સુંદર કવિતા ને કવિ સંબંધી સહજ સં- ક્ષિપ્ત વર્ણન આપવાની વિશેષ અગલ હાવાથી આ ઘણો દુર્ઘટ વિષય અમે દ્વાથ ધર્યો છે, ને જો તેમાં કદાપિ અમારા વિચાર જુદા પડે તે! તે વાસ્તે વિદ્વજના પ્રત્યે અમારી ક્ષમા માટે પ્રાર્થના છે. અંગ્રેજી કાવ્યશક્તિની પ્રીતિ આજ કાલ આપણા દેશમાં ચેામેર ગાજી રહી છે, ને તેને મૂકાબલે દેશી સાહિત્યની ઘણી અવગણના થાય છે. પણ આટલું નિર્વિવાદિત છે કે જે ભાગે ગુર્જર ભાષાના કવિઓએ પાતાની કવિત્વ શક્તિ દર્શાવી છે તે માર્ગ, ને અંગ્રેજી કવિઓના માર્ગ તદન નિરાળા છે. જેમાં ગુર્જર કવિએ કીત્ત ખાયા છે. તેમાં અંગ્રેજી કવિ મેળવવાના દાવા આંધી શકે તેમ નથી. અલંકાર અને કાન ચતુરાઇ એ અંગ્રેજી કવિએમાં ધણાં થોડાં જોવામાં આવે છે, ને તેઓએ તે બાબતપર જોઈતું લક્ષ દેવા યત્ન કીધેલા હોય એવું થોડાજ કવિઓની કવિતામાં જણાય છે; અને જ્ઞાનમાર્ગની કવિતામાં તેઓ પાછળ છે એમ કહિયે તેપણુ ચાલી શકે. અંગ્રેજી કવિયેની કવિતાની શ્રેષ્ઠતા તેમના કાત્મકૌશલ્યમાં નથી, પરંતુ તે કુદરતનાં ચિત્ર ચિતરવામાં ઘણા આ કીર્તિ