પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
ગૂજરાતી કવિતા

ગુજરાતી કવિતા. બતાવ્યું નથી–ને તેજ ધારણે વક્ષભની કવિતા છે. રત્નાએ ઋતુર્ના વર્જુન સાથે કૃષ્ણને વિરહ વર્ગુબ્બે છે તે શિવાય એણે ખીજી કવિતા કીધી ડાય એવું જણાતું નથી. કાળિદાસનું પ્રહાદાખ્યાન શ્રેણુંખરૂં રૌદ્ર-વીરરસથી ભરપૂર છે–જો કે તે રસ ઉંચપતિને નથી, સ્વામી નારાયણુસંપ્રદાયના સઘળા કવિનાં કાવ્ય તાના ગુરુ સહજાનંદની સ્તુતિપર, કૃષ્ણપાસનાપર, ને વૈરાગ્યપર છે. જે વૈરાગ્ય છે તે ઉંચી- પંક્તિ છે. ધીરાનાં કાપીનાં પર્દામાં વીરરસને જોસ્સા તે ખાધ સાથે આત્મજ્ઞાન ધણું ઊંચું છે. આ વર્ગના સજ્જળા કવિઓની કવિતાની ભાષા ધણુંકરીને સરળ ને પ્રેમભરી રસિક છે, એટલુંજ નહીં પણ તેનું કાવ્ય પેહેલા વર્ગના ગુજરાતી કવિયા સાથે ટક્કર ઝીલે તેવું છે. જ્ઞાનમાર્ગંતા ખેધ કરવામાં અમે ભક્ત ધણા બહાર પાતે છે. એ કવિને કવિ કહેવે કે નાની ઉંઢવા તે હજી વિવાદિત વાત છે,-એણે પેતે લખ્યું છે કે જ્ઞાનીને કવિમાં ન ગણીશ.” તાપણુ કવિ તરીકે એવું કાન્ય જુદાજ પ્રકારના ભાસ ઉત્પન્ન કરે તેવું છે. કવિતા તર, કે રચના ને કાવ્યચાતુર્યપર એનું લક્ષ જણાતું નથી; એણે માત્ર પેાતાના વિચારજ દરશાવવાપર લક્ષ દીધું છે. એના જ્ઞાનના વિચાર બહુ ઉંચા, ઠેક મારતા, ચિત્તવેધક છે, તેમ એધક, શૈધક, પૃચ્છક ને મનન કરવા યોગ્ય છે. વિચાર એટલા બધા પ્રૌઢ ને ગૂઢ છે કે, સહજમાં સમજાય નહીં, અને તેમાં પંડિતે પણ હાર પામી જાય, જે જે ઉંચા વિચાર ભભકભરી વાણીમાં એણે દરશાવ્યા છે, તે સાધારણુ સમજમાં ઉતરી શકે નહીં તેવા છે. જે ૭૪૬ છપ્પા આ ભાગમાં આપવામાં આવ્યા છે, તેમાં ઘણા મોટા ભાગ એવા છે કે, પૂર્ણ જ્ઞાની પણ વગર સમજે સમજાવી શકે નહીં. તેમ ધા ટુંકા, પશુ બહુ અમૂલ્ય એવા અનુભવબિંદુ તથા ચિત્તવિચારસંવાદમાં તે મેટા મોટા પંડિત પણ ગેટયાં ખાય છે, ત્યાં બીજાના તે આરારા શા ? પ્રીતમદાસે વેદાંત તથા શૃંગાર બંને ગાયા છે, પણ એને વેદાંતને વિષય અખા જેવા પ્રૌઢ નથી. ઔ કવિએથી ગુજરાતી ભાષા કમનસીબ નથી. મારવાડની પટરાણી રજપુતાણીછતાં ભતાણી મીરાંબાઈની કવિતા લેકામાં એટલીબધી પ્રસીદ્ધ છે કે ઠામેઢામે તે ગામેગામે તેનું નામ ગવાય છે, ને તેને ભક્તિમાન પ્રજા પ્રેમથી પુજે છે. મેવાડના કુંભારાણાની એ પટરાણી હતી, તે પોતાના પતિ સાથે રીસાઇને દ્વારકાં જતાં તે ગુજરાતમાં રહી હતી-તે વેળાએ ગુજરાતી પદ્મ બનાવેલાં કહેવાય છે; પણુ તેમ માનવા કરતાં તેની કેટલીએક હિંદુસ્થાની કવિતા ધસાઈ ધસાઈને ગુજરાતીના રૂપમાં અદલાઇ ગયેલી ધારવામાં આવે તે તે વધારે સંભવિત છે. ગમે તેમ હેાય, પણ એની કવિતા ગુજરાતા,