પૃષ્ઠ:Chhayanat.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૬૭
 

ગૌતમ પોતાની બહેનને જુદા ડબ્બામાં બેસાડી શક્યો હોત ?

ગૌતમની કલ્પનામાં પણ એ વાત આવતી ન હતી.

ધન શું આમ કુટુંબમાં પણ વર્ગભેદ ઉત્પન્ન કરતું હશે ?

માનવજાતનું મહાપાપ ધન - વ્યક્તિગત હાથમાં સંતાડી દેવાતું ધન. એ વ્યક્તિગત ધનના વિનાશનો નિશ્ચય દૃઢ કરતા ગૌતમે વર્ગભેદ કુટુંબ સુધી ખેંચી લાવનાર ધનિક ભાઈનાં વખાણ અસ્પર્શ્ય બનાવાયલી બહેનને મુખે સાંભળ્યાં.