પૃષ્ઠ:Chhayanat.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૭૭
 

ઉડાવવામાં પ્રાવીણ્ય મેળવી રહેલું વિદ્યાર્થીમંડળ ગુજરાતનાં ગૌરવરૂપ છે એની કોઈથી ના પાડી શકાય એમ નથી. ગેરીલા વોરફેર - સંતાઈને હાસ્યકટાક્ષનાં પોતે માનેલાં હથિયારો ફેંકી-છૂપી રીતે દુશ્મનને ઘાયલ કરવાની તરકીબ વિદ્યાર્થીઓ પોતે ઝડપથી શીખી જગતસંગ્રામમાં ભાગ લેવાની સરસ તૈયારી કરી રહ્યા હોય છે. યુદ્ધનિષ્ણાતોનું જ્ઞાન ગુજરાતના વિદ્યાથીવર્ગે વધાર્યું. એમ એક દિવસ ઈતિહાસ જરૂર બોલી ઊઠશે !

સંખ્યા સારી હોય તો વિદ્યાર્થીઓની બહાદુરી વર્ગની અને કૉલેજની દીવાલો બહાર પણ કદી કદી આવી પહોંચે છે. માબાપે અનેક આત્મભોગને પરિણામે આપેલી સાઈકલના વેગનો લાભ લેઈ પોલીસના એકલદોકલ સિપાઈને ડરાવવામાં પરમ આનંદ પામતી વિધાર્થીઓની રમૂજ, એકાદ બે છોકરીઓની પ્રદક્ષિણા કરી અપમાનની અને છેવટે ચંપલ ખાવા સુધીની કીર્તિ મેળવવા માટેનાં મહાસાહસ; અખાડો, રમત, કવાયત, અભ્યાસ વગેરે અનેક જરૂરિયાતોને જતી કરી સિનેમાની અર્ધનગ્ન સૃષ્ટિમાં બને તો નિત્ય ત્રણ ચાર કલાક ડૂબકી મારવાનો આત્મભોગ : આવા આવા શૂરપ્રસંગો વીરત્વવિહોણા ગુજરાતના ખારાપાટમાં વિદ્યાર્થીઓએ ખોદેલી મીઠી વીરડીઓ છે ! આપણું ભાવિ રાષ્ટ્ર આ વીરડીઓના અમૃતપાન ઉપર ઘડાય છે.

'લડાઈ લાગે તો પૈસા દઉં’નો પોકાર હિંદમાં અજાણ્યો નથી. બીજાઓની લડાઈમાં આનંદિત થતી એક વિદ્યાર્થીની વૃત્તિ તેની પાસે તાળી પડાવી રહી. હિંદના રોગની માફક તાળી પણ હિંદમાં બહુ ચેપી બની જાય છે. ચારે બાજુએથી તાળીઓ પડી અને આનંદ, ઉત્સાહ તથા ખીજના ચિત્કારો પણ તંબૂમાં સાથે સાથે ઊઠ્યા. તાળી પાડનાર વિદ્યાર્થી અને મુસ્લિમ ખેલાડીને થયેલા અન્યાયથી ઉશ્કેરોયલો મુસ્લિમ, બંને પાસે પાસે બેઠા હતા. મુસ્લિમને લાગ્યું કે આ બધી તાળીઓ તેની સામે ફેંકવામાં આવતી હતી. તેણે વિદ્યાર્થીને ગુસ્સામાં પૂછ્યું :

‘કેમ તાળી પાડે છે, સુવર !’

વિદ્યાર્થી રમૂજમાં આવી ગયો હતો. રમૂજ એ વિદ્યાર્થીઓનો Chronic - કાયમનો સ્વભાવ બની જાય છે. અને તંબૂમાં અનેક વિદ્યાર્થીઓ વેરાયલા હતા, એટલે તેના હૃદયને ભય સ્પર્શી શકે એમ ન હતું. તેણે ‘સુવર’ના સંબોધનમાં વાંધો ન લીધો. પરંતુ રમૂજવશ એ વિધાર્થીએ હસીને પાછી તાળી પાડી કહ્યું :

‘જો, આમ તાળી પાડું છું.’

તેની રમૂજવૃત્તિને અદૃશ્ય કરતો એક મોટો ચપ્પુ એકાએક તેની