પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૧૦૯
 

 પોતે ત્રીજીવાર એટલે કે છેલ્લી વાર ભરેલી રાખેલ બંદૂક માથા સોંસરી ખાધી.

ઘર સળગી ગયા પછી થોડોક દી રહ્યો ત્યારે અંદર તપાસ કરી. મુવેલો રાયદે એમ ને એમ ઊભો હતો. ઘણા ફેર કર્યા, મુરદું પડ્યું.

મરદું ઓળખવા રાયદેની બેનોને બેલાવી.

બેનો જોઈને કહે, ‘ના, હી અસાંજો ભા જ નાંય.’

‘કાં?’

‘અસાંજો ભા પચીસ પચાસ માડુકે મારીને મરે: હી કરઈ હેઠ દબાઈને મરે ના.’

રાયદેનું પહેલું બહારવટું બાર વરસ ચાલ્યું, ને બીજું અઢી વરસ. કાળા મહારાજને જમાદારી મળી.

અમુક વખતે જામ સાહેબે જમાદારી આંચકી લીધી. કહ્યું કે, ‘તેં દગલબાજી કરીને ઘણી નાલાયકી બતાવી છે.’

કાળા મહારાજનો છોકરો મુવો. પોતે ગાંડો થઈ ગયો, ને મુવો ત્યારે ગરાસીઆઓએ કાલાવડમાં દેન પણ ન પડવા દીધો.