પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૧૧૧
 

કેટલા લાક્ષણિક બોલી–મરોડો પ્રાપ્ત થયા ! અને રાયદેના જોમ જવાંમદીંના મરોડદાર પ્રસંગો સાંપડ્યા. આંદામાનને કાળે પાણીએથી, એક તકલાદી લાકડા પર બેસીને અફાટ દરિયામાં ઝુકાવ્યું, એ વાત સાચી છે, ને કલ્પના સમક્ષ એક વાર ખડી કરવા જેવી છે. આંદામાનથી પાછા કાઠિયાવાડને કિનારે ઊતરીને પણ અસલના અધૂરા રહી ગયેલા ભયંકર જીવન– પ્રવાસને ફરી જારી કરનાર એ તુંબલ જુવાન કેવીક માટીનો ઘડેલો હશે તે વિચારપાત્ર છે. હરદાસ પાસે આખો દિવસ બેસી, ખૂબ શ્રમ લઈ, એ ભાષાને પણ મગજમાં બંધબેસતી કરી.

તુંબેલ શાખાના ચારણોમાં માનવ–વંશશાસ્ત્રના અભ્યાસને માટે એક વિશિષ્ટ રસવાળું પ્રકરણ પડેલું છે. આ ચારણ–દાયરાને છંદો, વાર્તાઓ, કાવ્યો, કવિતો ઈત્યાદિ, મારુ સોરઠિયા ચારણોની સભારંજની સામગ્રી પ્રત્યે, રાજ- રજવાડાંની પ્રશસ્તિ કરવાના ધંધા પ્રત્યે ઊંડી અને હડોહાડ ઘૃણા છે તેને તેઓ નીચેના નાનકડા દુહા દ્વારા બતાવે છે–

ધોકે વેરી ધસ્સિયું.
દિયે તરારે તુંબેલ;
ગાલીએ છંદા ગેલ
સોંપ્યાં સોરઠિયેં કે.

અર્થ—અમે તુંબેલો તો વેરીજનોને ધોકે ધોકે ઢાળી દેનારા, ને તરવારે ઢીબનારા રહ્યા. વાતો છંદોનાં ગેલગુલતાન તો સોરઠિયા ચારણો ! તમને જ સોંપ્યાં છે અમે !