પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે
૧૧૫
 


જોઇ જેતાવાવ, નવલખા ન્યાળા નહિ;
રામાપોળનું રાજ, પ્રાપતમાં હોય પામીએં.

ઢેબર ને ઢોરે, ટીંબે મન ટક્યું નહિ;
કાનમેરાની કોરે, આવી મન આંટા દિયે.

બેઠલ બગાધાર, મનામણાં જાણે આવશે,
દેશવટો ધરાર દીધો, શિયે જેઠવે

જાળેરાની જોક, આતમ અંઘોળ્યું નહિ;
સ્રગાપુરીનો સંતોક, પાછું મન પામે નહિ.

વીસળપરને વાસ, મેડિયું બબે મંડાવિયેં,
નતનું ગંગાજળ નાત, આભપરા આંખ્યુંઆગળે.

વીશળપરના વાણિયા, એક સંદેશો સુણ્યે;
સોનલ આંઈથી નીકળે, તો ઝાઝા જુહાર ભણ્યે.

તન ઊભું ટૂંકડે, મિયાણીએ મન માને નહિ
ઘેર્યું લૈ ગાંધવીએ, લટક્યું લાંબા ઉપરે.

મિયાંણીની મોર્યે, હાકલ્યું મન હાલે નહીં;
કરંડ કોયલાને, લટક્યું લાંબા ઉપરે.

હાબા ડુંગર હેઠ, હલામણ હિંચોળ્યો નહિ,
આવતો ઊંડળ લેત, જતને કરીને જેઠને

ઉપરના ઉદ્‌ગારોમાં જેતાવાવ, નવલખા મહેલો, ઢેબર નદી, કાનમેરો ડુંગરો, જાળેરા ગામ, વીસાવાડું, ટૂકડું, ગાંધવી, લાંબુ ને મિંયાણી નામે ગામો, અને છેવટે સિંધનો ડુંગર હાબો, એ સર્વ વિયોગી વાર્તાનાયકનાં પ્રયાણ પર પરનાં સાચાં વિરામસ્થાનો અદ્યાપિ મોજુદ છે. દરેક સ્થળે વિયોગનું વેદના–પગેરું પડ્યું છે.