પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદિવાસીનો પ્રેમ
૧૪૧
 


કૂવાનું પાણી,
ને પ્રિયાનું પિંજર,
ઉનાળે શીતળ,
ને શિયાળે તાતાં.

મલેવાની ધારેથી ઠમકતી ઠમકતી,
પાણી ભરીને તું ચાલી આવે છે !
પણ સબૂર ! તારો મદ ભાંગ્યો જાણજે.
મલેવાની ધારે, ખારોપાટ ચાટવા
હરણાં ટોળે વળે છે.
તું યે ઓ માલણી
કૈંક હરણાનો ખારોપાટ બનીશ.
મલેવાની ધારેથી, ઠમકતી ચાલ્યે.
પાણી ભરીને તું ચાલી આવે છે !