પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
છેલ્લું પ્રયાણ
 


સ્વામીની સાથે જવાને હરખપદૂડી બનતી બાપડી કોઈ નાની બાળાનો વિનોદ ઉડાવતું એ ગીત કરૂણ અને નર્મ એ બેઉ રસોના સીમાડા પર લહેરાય છે, અને ઉંબર પર મૂકેલા દીવાની જેમ બેઉ બાજુએ અજવાળાં પાડે છે.

‘ફૂલ ફૂઈટું ને ચાલ્યા ચાકરી હો રાજ !’ ચિત્રનું પ્રતીકપણું મને સોરઠી દુહા પર લઈ જાય છે. આ લોકસાહિત્યે ‘સિમ્બોલિઝમ્‌’ —પ્રતીક–ની જુક્તિ વડે કેટલું મોટું મેદાન સર કરી કાઢયું છે! ‘સ્નેહ’ શબ્દનો અર્થ પ્રેમ પણ થાય અને તેલ પણ થાય એ તો સંસ્કૃતભાષીઓ સમજે, ને અનેક ઠેકાણે શ્લેષ દ્વારા વાપરે. પણ લોકગીતોમાં એ કોણ જાણે કયી કરામતથી આવી બેઠું :

તમે માગેલ તેલ,
(તે દી) કાચું પણ કૂંપે નહિ;
(આજ) ફોરમનું ફૂલેલ,
(તારે) વાળે ઘાલુ વીંઝરા !

પ્રેમિકા પ્રેમિકને કહે છે, કે વીંઝરા ! તમે અગાઉ જ્યારે તેલ માગેલું ત્યારે તો મારા સીસામાં કાચું પણ નહોતું. આજે હવે તારા વાળમાં સુગંધી અને ફૂલેલ તેલ લગાવું એવી ભરપૂર મારી સ્થિતિ છે.

આમાં ‘તેલ’ પર સ્નેહના અર્થમાં કોઇ શ્લેષ નથી, પણ પ્રતીક-જુક્તિનો કસબ છે.

પણ હું આંહી પ્રતીકોનું પાંડિત્ય ડહોળવા બેઠો તેટલામાં પેલાં સૂરતી કંઠાળ-ગીતો કૈં કૈં પ્રદેશો ખેડતાં આગળ