પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
છેલ્લું પ્રયાણ
 


છેલ્લું વરસ પૂરું થઈ જશે. અંગ્રેજો ખરે જ ભાગેડુ અને ડરપોક છે એવી ખાતરી છેલ્લાં ત્રણ વરસમાં થઈ. આઝાદ હિંદ ફોજે અંગ્રેજોને જે ઝડપથી ભગાડયા છે, તે પણ એક અભિમાનની કથા છે. દેશ આવીશ ત્યારે વાત. પૂર્ણ સ્વરાજ એ હિંદમાં સ્વપ્ન છે, પૂર્વ એશિયામાં સિદ્ધિ હતી. આટલાં વર્ષોની ખરી આઝાદી બાદ ગુલામ દેશમાં આવવાનો વિચાર સુખમય તે નથી જ. જન્મભૂમિ છે એટલે જીવન અને મરણ ત્યાં જ ઠીક છે. મારી જેવા ભાજીખાઉ જૈન માણસો પણ માણસને કાપતા થયા છે, તે પણ સમયની બલિહારી છે. ખૂબ મજા આવે છે લડાઈમાં. મારો અને મરો. બસ કોઈ ચિંતા નહિ. સહકુટુમ્બ આનંદમાં હશો. હું મજામાં છું.

જય હિંદ.

લિ................'

સામાન્ય ભણતર ભણેલા, બિલકુલ વેપારી જ ધંધા વાળા એક ગ્રામવાસી વૈશ્યપુત્રનો આ કાગળ છે. ઉઘાડા નાનકડા પોસ્ટકાર્ડમાં પડેલી એ વાણી એને ભણતરે નહિ પણ ભાવનાએ સંપડાવી છે: 'હું ભાયાણીનો કામદાર, ધાનાણીની ધૂડમાં હાથ નાખું નહિ.' એ ભાષાનું પણ એમ જ હતું.

¤

વનવિહારી મારા હૃદયવિહંગ, ફરી પાછા માળામાં ચાલો, ટાંચણ-પાનું ફરી એક વાર રો○ એ○ સો○ના ગ્રંથાગારમાં બોલાવી રહ્યું છે. અજાણ્યો અંગ્રેજ આલ્ફ્રેડ વિલિયમ્સ તને યાદ કરે છે. એના દેશની, સોગંદ ખાવા જેવી એક જ મહાનદીના ઉપરવાસના પ્રદેશમાં આથડીને એણે 'ફોક્સોંગ્ઝ