પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
છેલ્લું પ્રયાણ
 


સજણે સાંકળું ચડાવીયું,
ખોરડાં કર્યા ખાલી;
પાડોશમાંથી પ્રીતાળુ ગિયાં,
હેડાઉત ગિયાં હાલી.

હેડીનાં— સરખી જોડીનાં સ્વજન, ઘરને સાંકળ ચડાવી પાડોશમાંથી ચાલ્યાં તો ગયાં, તે છતાં એ જ્યારે બાજુમાં વસતાં હતાં તે કાળનું તેમનું સૌંદર્ય તો નથી વિસરાતું-

સજણા ખાંડે જે દી' ખાંડણા,
હલકે ઉપાડે હાથ;
દસે આંગળીએ ચોગઠય વળે,
નવરો દીનોનાથ.

નવરો દીનોનાથ ને માઢુડા ઘડ્યાં,
માઢ કમાણસને પાને પડ્યાં.

દરેક પ્રેમિકની એ જ માન્યતા! પોતે સુમાણસ અને સ્જવનને જે પરણી ગયો તે કુમાણસ. ખેર, એ આશ્વાસન કંઈ ઓછું નથી. આપણને ગમે છે તે તો આ 'માઢુડાં' (માનવી) જેવો લાડ-પ્રયોગ. પ્રેમની વિષમતા તો આ છે કે-

સજણા ઝાંપે ને અમે શેરીએ
વચમાં વળુંધાઈ રિયાં,
સજણ, તમે લોભી અમે લાલચુ,
કોક દી અબોલડા ભાંગ્ય;
મોઢે ચડી તમે કે'દી, માગેલ નૈ,
અમે કે'દી, પાડેલ ના ?

વિદાય લેતાં 'સજણ'ની સાથે આટલો ઝડપી વાર્તાલાપ પણ થઈ જાય છે. પછી તો પ્રવાસી સાથી સોન-હલામણ,