પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
છેલ્લું પ્રયાણ
 


પથરા રિયા તે ખરાખરી,
બવેશરની બજાર છે ઈંદ્રાપુરી.

¤

મરઘી કંડને કાંઠડે, અમે પથરા સરજાયેં પ્રાણ,
વાલી લાગે વનરા, લીલાં નાગરવેલ પાન;
લીલા નાગરવેલ પાન તે ચાવ્યાં નો ખૂટે,
જે જાય ગરવે ઈ કૂતરાં મીંદડાનો અવતાર છુટે.

¤

ભારી દેરૂં ભીમાણંદનું, નૈ પગથિયાંનો પાર,
ચડતાં સાજણ લપટયાં, તૂટયો હૈયાનો હાર;
હવે વીણવાં મોતી ને પરોવવો હાર,
ભારી દેરું ભીમાણંદનું, નૈ પગથિયાંનો પાર.

¤

આમ ફરી ફરી પાછા તીર્થપથે પણ 'સજણા'નાં સ્મરણો પાની ખૂંદતાં પાછળ પડે છે! કોણ જાણે કેમ પણ પહાડની સ્મૃતિની પછવાડે નદીની યાદ ગુંજે છે—–

માતાની શેતલ સુકાણી, નિર્જળ નદી-નવાણ,
આભેથી ફોરું નવ પડ્યું, કુંજડી ગઈ મેરાણ.
કુંજડી ગઈ મેરાણ તે નિસાસા નાખી,
સુકાણા પાન ને વનરા થઈ ઝાંખી.

અને પરોડથી સવાર સુધી રેલગાડીનો આ સંગાથી ધોળા જંકશન ઢુંકડું આવતાં, જીવની આખરી ગતિને યાદ કરાવતું એક ભજન ગાઈને જુદો પડ્યો –

ચેતનહારા ચેતી લેને ભાઈ!
જાવું છે નિરવાણી,