પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૬૧
 


બિલકુલ અજાણ્યા, એટલે કાગળ વાંચી કૃતાર્થતા લાગી. વ્યાખ્યાનની ભૂલોને નિર્દેશતો એ કાગળ પ્રેમથી અંકિત હતો. એ કાગળ તો ખોવાયો છે, પણ એમાંની એક વાત યાદ છે. હાલરડાંના સ્વરમાધુર્યની લાક્ષણિકતા ચર્ચતાં મેં કથેલું કે “ળ” અક્ષર સંસ્કૃતમાં નથી; હાલાં ગાતી લોકજનેતાના કંઠમાંનું એ મૌલિક આવિષ્કરણ હોવા સંભવ છે. અંબુભાઈએ લખ્યું કે, “ળ” તો વેદમાં મોજૂદ છે. મારે માટે એ ભણતર જરૂરી હતું. પછી બીજો કાગળ આવ્યો. જીવનદષ્ટિનું ધરમૂળથી પરિવર્તન કરીને ગુજરાતની બહાર જઈ બેઠેલા પ્રવાસી જે એક સાધક, ગુજરાતના બીજા અગણિત જીવનપ્રવાહના ભરતીઓટ પ્રત્યે દૃષ્ટિપાત પણ નથી નાખતા, તેના ચિત્તતંત્રમાં રાંક લોકસાહિત્ય કેવું સ્પન્દન જગાડી જાય છે તે વિચિત્ર વાતનું દર્શન કરાવનાર હોઈને જ એ પત્ર અત્રે ટાંકયો છે.—–

આર્ય ઓફિસ
 
પોન્દીચેરી
 

સ્નેહ ભાઈશ્રી, મોકલેલ ત્રણ પુસ્તકો અને પત્ર મળ્યાં. હું એક તો એકેશ્વાસે (કે એકીટસે ?) વંચી ગયો પણ ખરો. એ ત્રણેના વિષય પરત્વે વિવેચન લખવા માટે હું બીજી કેટલીક વખત વાંચીને જણાવીશ.

લોકગીતોની પિછાનવાળા ત્રણ લેખો અને આજે “સૌરાષ્ટ્ર"માં અત્રેથી (તેનો) ચોથો હપ્તો મળીને ચાર લેખો