પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
છેલ્લું પ્રયાણ
 


જોયા. લોક-સાહિત્યના વિષય ઉપર મારા વિચારો છેવટે જણાવવા ઉચિત લાગે છે. હાલ તુર્ત તો તમે જે કાપલીઓ પેપરના ત્રણ-ચાર હપ્તાની મોકલી છે તેમને વિષે જણાવું છું.

જુએ પા. ૬૫૫ : “સાવ રે સોનાનું મારું પારણિયું, ઘૂઘરીના ઘમકાર, બાળા પોઢોને રે.” એ ગીત છે તે જ પ્રકારનું એક બીજું શિષ્ટ ગીત (પરંતુ લોકમાં સહેજે આદર પામે તેવું) મને યાદ આવે છે તે આપને જણાવું છું. તે આખું યાદ નથી, પરંતુ પ્રથમ લીટી ઉપરથી તમે તેની શોધ સહેલાઈથી કરી શકશો. તે કોઈ પુસ્તકમાં છપાયેલું મેં જાતે જોયેલું પણ છે. ખેર ! છેવટે તમે પુસ્તક કે કોઇ માણસ તેનો પત્તો ન જ મેળવી શકો તો, કુમારી યશલક્ષમી (કવિ નાનાલાલનાં ભત્રીજી)ને લખી પૂછાવશો તો જરૂર તે મળશે કારણ કે તેમને આ ગીત મોઢે છે અને મેં સાંભળેલ પણ છે.

(તા. ક. આ પત્ર પૂરો કરીને “હાલરડાં” જોઉં છું ત્યાં પા. ૩૯ ઉપર આ જ ગીત બિરાજે છે. મારી આખી સૂચના નિરર્થક ગણીને બાદ કરશો. મને એમ લાગે છે કે મેં જોયેલું ગીત આના કરતાં કાંઈક વધારે લાંબું હતું. વખતે ખાલી ભ્રમ પણ હોય ! આપણું જ્ઞાન કેટલું અધૂરું હોય છે? તમે તે છાપેલું તેની પણ મને ખબર નહિ !)

સોનાનાં બોર !
ઝૂલે નંદ....કિ.....શોર.
પ્યારાને પારણિયે સોનાનાં બોર !