પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૬૩
 


એ ગવાય છે ત્યારે બહુ જ સુંદર લાગે છે. 'નંદ'- પદ છૂટું પાડીને 'કિ; જોડે લેવાય છે અને 'શોર' ઠીક ઠીક લંબાય છે એટલે ઊંઘ લાવવાનો ગુણ તેનામાં આવે છે.

(૩) બાળકને ચાલતાં શીખવવાનું તમે ટાંકેલું—

‘ પા! પા ! પગલી!’

એનો જ બીજો પાઠ મેં ગુજરાતમાં સાંભળ્યો છે અને તમે પણ જાણતા હશો. પરંતુ એ બોલો બાળકને ચાલતાં શીખવવા માટે નહિ પરંતુ માના કે બાપના, એવા કોઈ વડીલના પગની પાનીઓ ઉપર ઊભાં રાખીને બે હાથે તેનાં આંગળાંએ પકડીને ઉછાળતાં ઉછાળતાં બોલવામાં આવે છે?

‘પાવળો પા !
મામાને ઘેર–
જમવા જા !
મામાએ...…..આપી’

વગેરે. આગળ હું ભૂલી ગયો છું પરંતુ મામા ઉપર હેત અને મામી ઉપર કટાક્ષનો ભાવ તેમાં રહેલો છે એટલું મને યાદ છે. તમને ઠીક લાગે તો એને કોઈ સ્થળે ઉપયોગ કરશો.

(૪) પા. ૬૯૫ માં “ચણ ચણ બગલી ચણાની દાળ, હું પોપૈયો, તું મગ દાળ, એ છે તેને અર્થ નીચે પ્રમાણે હોઈ શકે ?

'કેવળ મારો પોતાનો અંદાજ અને કાંઈ અંશે સટ્ટો જ છે-