પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૬૯
 


આંગળીઓ જતાં ખૂબ વધી જાય છે અને બગલમાં જતાં તો અસહ્ય થઈ પડે છે. એ રમતમાં આંગળીના વેઢા ગણવાના અભ્યાસનો આરંભ હશે?-નિર્દોષ હાસ્ય તો છે જ છે !

પા. ૭૩પ : ઉખાણાંનો પ્રકાર: મધ્યકાળની સંસ્કૃત કૃતિઓમાં ચમ્પુ વિગેરેમાં પણ મળી આવે છે. તેનું મૂળ સંસ્ક્રુતની 'પાદપૂર્તિ' ઉપરથી હશે? કારણ કે એક ચરણ આપીને બાકીનાં પૂરાં કરવાની પ્રથા ઘણું પ્રાચીન છે. તેમાં કેવળ કવિતાનો જ ભાવ પૂરવાનો હોય એવું ન હતું. તેમાં પણ આપણાં ઉખાણાના જે પ્રકાર (નિરાળો) હતો. તેનો એક જ પૂરાવો આપીશ..

तक्रं शकस्य दुलर्भम

છાશ ઇન્દ્રને પણ દુર્લભ છે.

એની પૂર્તિની કંઈક નીચે પ્રમાણે ખંડિત સ્મૃતિ રહી છે તે જણાવું છું—

भोजनान्ते किं पेयम
अमरापुर क्स्य- (આ લીટી ભૂલી ગયો છું.)
मोक्षपदं किद्रशम
तक्रं शकस्य दुलर्भम


ભોજનને અંતે શું પીવું ?  तक्र=છાસ
ઈન્દ્રાપુરી કોની - शकस्य=ઇન્દ્રની.
મોક્ષપદ કેવું? – दुर्लभम.

એ પ્રમાણે મયકાળના આપણું રજપૂત અને બ્રાહ્મણ સંસ્કૃત (કાવ્યો? ) ઉખાણા બનાવતા.