પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
છેલ્લું પ્રયાણ
 


તેનો એક દાખલો: –

लक्ष्मीवत कृत कूर सूरण:

દહિ, દૂધ: ક્ષમા પાપડી; વિગેરે.

બીજો– भैया जलेबी खवा –એનો સંસ્કૃત અન્વય અને અર્થ જુદો થાય છે!

પા.૭૩૫ : 'ચાંદા ચોળી' ને બદલે મેં આગળ જણાવ્યું તે ગીત પણ પ્રચારમાં છે તે તમે જાણતા હશો. ' ચાંદા મામા પોળી ' વિગેરે.

પા. ૭૩પ ને છેડે 'ગા રે ગા !' છે તેવું જ---

ગણપતિ દાદા મોરિયા !
ચાર લાડૂ ચોરિયા [ કે ઓરીઆ ?]

અને

સરસ્વતી ! સરસ્વતી! તું મારી માં !

એ બે છે. મને પૂરાં યાદ નથી.

અમે નિશાળે ભણતા ત્યારે શબ્દનાં ઉખાણાં અંગ્રેજીમાં પણ મશ્કરી અને મઝા કરવા ઘણાયે બનાવેલાં. બધાં તો નથી લખતે પરંતુ એક જણાવીશ.

કોકઈ પણ નવા આવનાર વિદ્યાર્થીને જઈ ને પૂછવામાં આવે–સી એ ડબલ એલ ઈ ડી'-એ પ્રમાણે સ્પેલિંગ જોડણી વાળા શબ્દને ઉચાર શ? કેલેડ કે સેલેડ? જાતે જ બને ખોટા ઉકેલ જણાવી તેને ફસાવીએ, સામાન્ય રીતે તે એ બેમાંથી એક જ પસંદ કરે. બધા હસે. બાળકને