પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
છેલ્લું પ્રયાણ
 


ઉપયોગી હોય તો વિચારી જોશો બાકી એમાંનું ઘણું ખરું તમારી પાસે સંગ્રહમાં ન હોય એ કયાંથી બને? પત્ર લખશો.

લી. સ્નેહાધીન
 
અંબાલાલ પુરાણીના સ્નેહવંદન.
 

ઉપલા કાગળમાં માણસની શિશુકાળ સુધીની ઝીણી ઝીણી સ્મૃતિઓને અજવાળનાર લોકસાહિત્યનો પ્રભાવ પ્રતીત થાય છે. મારા પ્રમાદને લઈને શ્રી પુરાણી સાથેનો પત્રવ્યવહારદોર તૂટી ન ગયો હોત તો મને એમની પાસેથી ઘણું જડ્યું હોત. માનવીના હૈયાંને ખંભાતી તાળાં હોય છે. લોકસાહિત્ય એની એક ચાવી હતી. મેં એ ચાવીના પૂરા આંટા ફેરવ્યા નહિ.

+

મનોગત ટાંચણની તપાસ, મુંબઈની વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિને અંતે, મને મચ્છુકાંઠે દોરી જાય છે. મોરબી શહેરના એક અમીરી મકાનની મેડી પર બેઠો બેઠો, દોઢસો બસ સોરઠી જુવાનની પંગતમાં ગાંઠિયા ને ગોળ ખાતો ખાતો હસું છું: રે મૂરખ ! અહીં તને કોણ લઈ આવ્યું? તારું તે શું આ સ્થાન છે? રાતો રાત ઊભી કરવામાં આવેલી આ 'કાઠિયાવાડ યુવકપરિષદૂ' એવા ઠસ્સાદાર નામવાળી કાગળ-શાહીની બનેલી જમાતમાં તું ક્યાં ઘાયે ચડી ગયે? તારી વિચાર સંપત્તિ શી? તારી તમન્ના કેટલી? તું કયા બિરુદ પર કટકા થઈ જવા તૈયાર છે? તું સિપાહી છે કે તમાશબીન છે ?