પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
ચિત્રદર્શનો
 

ત્‍હેં ન સ્વીકાર્યાં જીવનભરમાં,
પરમાર્થના કે લોકસેવાના યે
વ્રતબન્ધન ન લીધા કદી પણ,
છેવટે દેહબન્ધે ત્યાગ્યો
ત્‍હારા નિર્બન્ધ આત્માએ.
ઉડી ગયો આકાશના પડદા પાછળ,
અનન્તની વનઘટાઓમાં અદૃશ્ય.
નિર્બન્ધને પ્રેમના બન્ધે નવ હોય ?
કેહે છે ને સહુ કે
પ્રેમ તો પ્રભુતા છે ?

ને કાલનાં ત્‍હારાં તેજવધામણાં !
સૂર્યલોકમાંથી ત્‍હારા તેજનમસ્કાર !
ત્‍હારા દ્વાદશાની સ્‍હાંજ હતી,
અમે મહાસાગરને આરે હતા,
તુજ સ્મરણોને સંભારતા હતા,
ઘણાએ ત્ય્હારે અણદીઠેલું દીઠું.
વ્યોમ ભરી બાંધ્યો હતો મેઘચન્દરવો,
તેજના ગલ સરિખડો
સન્તાયેલો હતો માર્તંડ મેઘપટલમાં.
બજતી હતી ઘેરી ઘેરી
સાગરની સ્નાતન કરતાલ.
અમ્ભોધિની રૂપેરી ફેનિલકિનારી સિવાય
જલપગથાર ગગનપાટ ને અન્તરિક્ષ