પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૧૫)

પિતૃતર્પણ

બાર બાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની,
બાર બાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીની:

બાર વર્ષો થયાં, તાત ! મૃત્યુના પડદા નમ્યે;
હજી યે ચક્ષુમાં ત્‍હો યે પ્રવેશો પૂર્વના રમે.

કાલની વીંઝતી પાંખ અનેરા વેગથી ભરી,
નેત્ર મીંચી ઉઘાડું ત્ય્હાં આવે બ્રહ્માંડને ફરી.

નથી તે નેઘનાં નીરે, નથી અન્ધારના જલે
ધોયાં કો સ્મૃતિનાં ચિત્રો રંગેલા પ્રાણપાટલે.

આપ્યા એકાન્ત રાત્રીએ, ને મેઘ રસ સીચિયા;
એમ જીવનના સર્વે આથમ્યા દિન ઉગિયા.

વસન્તે ને વસન્તે જ બોલે છે બોલ કોકિલા,
આત્મા એમ બોલે છે વસન્તે આપની લીલા.