પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૧૩
 

એ જ સંવત્સરી આજે, થયા દેવ મનુ મતી :
પાળું છું પર્વ, પૂજુ છું ગુણો તાત ! રટી રટી.

ભરી અંજલિ અશ્રુની કરું છું આ હું અર્પણ;
સત્કારો સ્નેહની સેવા, પુત્રનું પિતતર્પણ.

અમોલાં બહુ યે રત્નો શાસ્ત્રરત્નાકરે તરે;
વીણીને એક મોઘેરૂં પુત્ર આ પાવલે ધરે.

સદા યે રીઝવી આપે સેવી દેવી સરસ્વતી;
આપના પુણ્યથી એહ આ ને આવી થતી કૃતિ.

તો ભૂલી ભૂતની ભૂલો, ભાળીને લક્ષ્ય ભાવિનો,
અમીની આશિષો આપો, ફળે સદ્‍ભાવ સુતનો.

પૂર્વે જે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
આ પરે યે, પિતામાતા ! દૃષ્ટિ તે ભાવની કરો.