પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૪૩
 

સમયે ભારતવર્ષમાં ઠામઠામે ઉત્સવો થયા, ઉદારવાદ-Liberalism-ની હિન્દના રાજ્યઅમલમાં ફત્તેહ થઈ, અને ભારતી પ્રજાએ બ્રિટનને અને બ્રિટનના વિશાલહૃદય રાજ ધુરંધરોને આશીર્વાદ આપ્યા. માર્કિવસ રિપને હિમાલયના શિખરેથી ઉચ્ચારેલા પ્રજાપ્રતિનિધિત્વના એ રાજમન્ત્રની મહાઘોષણા સારા હિન્દુસ્તાનમાં ગાજી ઉઠી-અને હજુ યે ગાજે છે-, અને મહારાજ સયાજીરાવના કર્ણદ્વારે એ પ્રજાભાવનાનો ધ્વનિ પહોંચ્યા વિના રહ્યો નહીં જ હોય. બ્રિટિશ સલતનતના પ્રમુખ પ્રતિનિધિને એ મહામન્ત્ર ઉચ્ચારતા, ને ભારત સમુદાયને એ રાજસૂત્ર હર્ષગર્જનાથી વધાવતા મહારાજે સાંભળ્યા હોવા જ જોઈએ. તે પછીની આજ સુધીની વિધવિધની પોતાની પ્રજાઉદ્ધારની સકલ પ્રવૃત્તિઓનો એ નીતિમન્ત્રને પ્રાણ અને પ્રેરણારૂપ મહારાજે કીધો છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડના જીવનનો નિકટથી અભ્યાસ કરનાર સન્ત નિહાલસિંહ મહારાજને વડોદરાના Autocrat-એકચક્ર સત્તાધારી અને Dictator-સર્વસત્તાધીશ કહે છે. અને સાથે એમ પણ વર્ણવે છે કે 'Preparing his poeple for autonomous government ' પોતાની પ્રજાને પ્રજાપ્રતિનિધિના રજતન્ત્રને કાજે કેળવનાર મહારાજા છે. એ બન્ને ભાવનાઓ ઉપરના બે મહાપ્રસંગોએ મહારાજમાં જન્માવી હોય એમ જણાય છે, ને એમ મહારાજના જાહેર જીવનમાં