પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. કુદરત ભૂમિતિની સીધી લીટીઓ, સીધી આકૃતિઓ બનાવતી જોવામાં આવતી નથી. અને આ નિર્દોષ કુદરતનાં બાળકોનું જ્ઞાન કુદરતના તેમના અનુભવના ઉપર આધાર રાખનારું હોય છે.

પોતાના આ માટીના મહેલમાં રાચરચીલું પણ એને લગતું જ હોય. યુરોપનો સુધારો દાખલ થયો તેના પહેલાં તો તેઓ પહેરવા-ઓઢવા, સૂવા-બેસવાને સારુ ચામડાનો ઉપયોગ કરતા. ખુરશી, ટેબલ, પેટી ઈત્યાદિ રાખવા જેટલી જગ્યા પણ એ મહેલમાં ન જ હોય, અને આજ પણ નથી હોતાં, એમ ધણે ભાગે કહી શકાય. હવે તેઓએ ઘરમાં કામળીઓ દાખલ કરેલી છે. બ્રિટિશ સત્તા દાખલ થઈ તેની પહેલાં સ્ત્રીપુરુષો લગભગ નગ્નાવસ્થામાં જ ફરતાં. હાલ પણ દેહાતોમાં ઘણા એ જ પ્રમાણે વર્તે છે. ગુહ્ય ભાગોને એક ચામડાથી ઢાંકે છે. કોઈ એટલો પણ ઉપયોગ ન કરે.. પણ આનો અર્થ કોઈ વાંચનાર એવો ન કરે કે તેથી એ લોકો પોતાની ઈંદ્રિયોને વશ નથી રાખી શકતા. જયાં ઘણો સમુદાય એક રૂઢિને વશ થઈને વર્તતો હોય ત્યાં બીજા સમુદાયને એ રૂઢિ અયોગ્ય લાગતી હોય છતાં પહેલાની દષ્ટિમાં મુદ્દલ દોષ ન હોય એ તદ્દન સંભવિત છે. આ હબસીઓ એકબીજાની તરફ જોયાં કરવાને નવરા હોતા જ નથી. શુકદેવજી જયારે નગ્નાવસ્થામાં નાહતી સ્ત્રીઓની વચ્ચે થઈને ચાલ્યા ગયા ત્યારે ન એમના મનમાં જરાયે વિકાર થયો, ન એ નિર્દોષ સ્ત્રીઓને જરા પણ ક્ષોભ થયો, ન જરાયે શરમ જેવું લાગ્યું, એમ ભાગવતકાર કહે છે અને તેમાં મને કંઈ જ અમાનુષી નથી લાગતું. હિંદુસ્તાનમાં અાજે અાપણામાંનો કોઈ પણ એટલી સ્વચ્છતા એવે અવસરે ન અનુભવી શકે એ કંઈ મનુષ્યજાતની પવિત્રતાની હદ નથી, પણ અાપણા પોતાના દુર્ભાગ્યની નિશાની છે. અામને આપણે જંગલી ગણીએ છીએ તે આપણા અભિમાનનો પડઘો છે. આપણે માનીએ છીએ એવા તેઓ જંગલી નથી.

આ હબસીઓ જ્યારે શહરમાં આવે છે ત્યારે તેઓની સ્ત્રીઓને સારું એવો કાયદો છે કે તેઓએ છાતીથી ગોઠણ સુધીનો ભાગ ઢાંકવો જ જોઈએ. તેથી એ સ્ત્રીઓને અનિચ્છાએ પણ તેવું વસ્ત્ર વીંટાળવું પડે છે, અને તેને અંગે દક્ષિણ આફ્રિકામાં એ માપના