પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપી. પણ આ બહેનો એક પણ વસ્તુથી ડરી નહીં. બધી બહાદુર હતી. એકને તો કેટલાક માસ ચડયા હતા; કોઈને બાળક હતાં. તેવીઓએ પણ દાખલ થવાનો આગ્રહ કર્યો. હું તેમાંની કોઈને રોકવા અસમર્થ હતો. આ બધી બહેનો તામિલ હતી. તેઓનાં નામ નીચે પ્રમાણે છે :

૧. શ્રીમતી થંબી નાયડુ, ર. શ્રીમતી એન પિલ્લે, ૩. શ્રીમતી કે. મુરગેસા પિલ્લે, ૪. શ્રીમતી એ. પી. નાયડુ, પ. શ્રીમતી પી. કે. નાયડુ, ૬. શ્રીમતી ચિન્નસ્વામી પિલ્લે, ૭. શ્રીમતી એન. એસ. પિલ્લે, ૮. શ્રીમતી આર. એ. મુદલિંગમ, ૯. શ્રીમતી ભવાની દયાલ, ૧૦. શ્રીમતી એમ. પિલ્લે, ૧૧. શ્રીમતી એમ. બી. પિલ્લે.

આમાંથી છ બહેનો ધાવણાં બાળકો સાથે હતી.

ગુનો કરીને કેદ થવું સહેલું છે. નિર્દોષ રહેતાં છતાં પકડાવું મુશ્કેલ છે. ગુનેગાર પકડાવા ઇચ્છતો નથી તેથી પોલીસ તેની પૂંઠે ઊભેલી હોય છે અને તેને પકડે છે. સ્વેચ્છાએ અને નિર્દોષ રહી જેલમાં જનારને પોલીસ ન ચાલતાં જ પકડે છે. આ બહેનોનો પ્રથમ યત્ન નિષ્ફળ ગયો. તેમણે વગર પરવાને ફેરી કરી પણ પોલીસે તેમને પકડવા ના પાડી. તેમણે ફ્રીનિખનથી ઓરેંજિયાની સરહદમાં વિના પરવાનગીએ પ્રવેશ કર્યો છતાં કોઈ પકડે નહીં. હવે કઈ રીતે પકડાવું એ સ્ત્રીઓને સવાલ થઈ પડયો. પકડાય તેવા મરદો ઘણા તૈયાર ન હતા. જે તૈયાર હતા તેમને પકડાવું સહેલું નહોતું.

છેલ્લો રસ્તો ધાર્યો હતો તે લેવાનો નિશ્ચય કર્યો. એ પગલું ઘણું તેજસ્વી નીવડયું. મેં ધાર્યું હતું કે છેવટને સમયે મારી સાથે ફિનિક્સમાં રહેલા બધાને હોમવા છે એ મારે સારુ આખરનો ત્યાગ હતો. ફિનિકસમાં રહેનાર અંગતના સાથીઓ અને સગાં હતાં. છાપું ચલાવવા જેટલા માણસો જોઈએ તે અને સોળ વર્ષની અંદરનાં બાળકોને છોડી બાકીના બધાને જેલયાત્રા કરવા મોકલવા એ ધારણા હતી. આથી વધારે ત્યાગ કરવાનું સાધન મારી પાસે ન હતું ગોખલેને લખતાં જે છેવટના સોળ જણ ધારેલા તે આમાંના જ હતા. આ મંડળીને સરહદ ઓળંગાવી ટ્રાન્સવાલમાં દાખલ કરીને દાખલ થતાં