પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯

આપ્યું તથા પુસ્તકાલયેાનાં મકાનો બંધાવી આપવામાં તેણે અઢળક દ્રવ્ય ક્રમ ખર્યું, તેને ખુલાસે તેની ઉપર મુજબની મનેાવૃત્તિમાંથી મળી આવે છે. પુસ્તકાલયેામાટે જોતી જગ્યા જે તે ગામ અગર શહેરના લેાકા તરફથી આપવામાં આવતી અને તે સંસ્થાને નિભાવવાના ખાજો પણ તેમને શિર રહેતા. કાર્નેગી પાતે મકાન બધાવી આપી જોઇતાં પુસ્તકા વગેરે આપવાને વહીવટ રાખતા. આથી લોકાને તેવી સંસ્થામાં રસ લેવાની જરૂર પડતી અને તેને નિભાવવાની જોખમદારી વહારવી પડતી. વળી તેને લીધે સમાજની દરેક વ્યક્તિ લાઇબ્રેરી ઉપર માલકીપણાનેા હક ધરાવી શકતી અને કાર્નેગીના શબ્દો માં ‘ તેમાંથી સખાવતને એંશ નાબુદ થતુ. ' કાર્નેગીની બીજી સખાવતને ઉદ્દેશ કેળવણીદ્વારા મનુષ્યન્નતિનું કલ્યાણ સાધનારી સંસ્થાઓ સ્થાપવાને અગર જૂની સંસ્થાઓને વધારે ઉપયાગી બનાવવાના હતા. આથી કરીને જે જે પ્રવૃત્તિએથી પોતાના જાતભાઇએાનુ વધારેમાં વધારે કલ્યાણ થઇ શકે એમ તેને જણાયું, તે તે પ્રવૃત્તિઓમાં તેણે ઉદાર હાથે મદદ કરી છે. તેણે વૈશિગ્ટન અને પિટ્સબર્ગ ખાતે મેટી વિદ્યા- પીના સ્થાપી છે; એટલુંજ નહિ પણ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં જ્ઞાન અને કેળવણીના પ્રચાર કરવા અર્થે તથા મનુષ્યજીવનની ઉંચામાં ઉંચી ભાવનાએ અને ઉદ્દેશાને સાર્થક કરે તેવાં કાર્યોમાં ખર્ચવા અર્થે ન્યુયોર્કના કાર્નેગી કાર- પોરેશન’ નામની સંસ્થાના ટ્રસ્ટીઓને સાડાબાર કરેાડ ડૅાલરનુ ટ્રસ્ટફ્ડ સોંપ્યું છે; અને આગળ જણાવ્યા મુજબ વસિયતનામા મારફતે વ્યવસ્થા કરતાં વધેલી તમામ મીલ્કત પણ તેણે આ સંસ્થાને અર્પણ કરી છે. કાર્નેગીએ સ્થાપેલાં તમામ ટ્રસ્ટફૂડના સંબંધમાં મુકરર કરવામાં આવેલી યાજનાની મુખ્ય ખુબી એ છે કે, તેનેા વહીવટ કરવા નિમેલા ટ્રસ્ટીઓને સદરહુ ફંડના ઉત્પન્નની વ્યવસ્થા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપેલી હેાય છે. આવી રીતની જનકલ્યાણકારી અનેક સંસ્થાએ સ્થાપીને તથા બીજી રીતની સખાવતા મારફતે કાર્નેગીએ કેટલું દ્રવ્ય ખર્યું હતું, તે આત્મલાદ્યાના દોષ- માંથી મુક્ત રહેવાની તેમથી પેાતાની આત્મકથામાં તેણે પૂરેપૂરૂં જણાવ્યુ નથી, તેથી એને લગતી સંપૂર્ણ વીગત બીજા એક પુસ્તકમાંથી મેળવીને આ પુસ્તકની છેવટે પરિશિષ્ટ જ્ઞ માં આપેલી છે. કાર્નેગીની સખાવતા કેવું સુંદર અને જનસમાજને લાભકારક કામ કરી રહી છે, તે જાણવામાટે માત્ર એકજ દષ્ટાંત બસ છે. પેાતાના વતન ડન્કુ- લાઇનના રહીશાનાં જીવનને ઉજવળ અને સુખમય બનાવવાના ઉદ્દેશથી તેણે તેમને પિટનક્રિકની ઉદ્યાન અને કુંજ મૂળ માલીક પાસેથી ખરીદી લઇ Gandhi Heritage Portal