પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૯ મુ જર્મનીના શહેનશાહનો મેળાપ ન્ટ એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષના રેંકટરતરીકેના મારા પહેલા ભાષણે જર્મન શહેનશાહનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે હૅલિન મારફતે મને ન્યુયાર્કમાં કહેવરાવ્યું હતું કે, એ આખુ ભાષણ હું અક્ષરશ: વાંચી ગયા છુ. વધારામાં આ કાગળની સાથે તેમણે પેાતાના જ્યેષ્ઠ પુત્રને ધર્માસમાજમાં દાખલ કરતી વખતે જે ઉપદેશાત્મક ભાષણ કર્યું હતું, તેની એક પ્રત પશુ આરા ઉપર મેકલી આપી હતી. પછીથી એમને મળવા જવાનાં આમ ત્રણ પણ મને મળવા લાગ્યાં;પણ ખીજા કામનાં રાકાણને લીધે હું ઇ સ૦ ૧૯૦૭ ના જુન માસ સુધી એમની મુલાકાતને લાભ લેવામાટે નીકળી શક્યા નહિ. હું મારી પત્ની સાથે કિલના બંદરે ઉતર્યો ત્યારે અમેરિકાને અર્લિન ખાતાને એલચી મિ. ટાવર અને તેમનાં પત્ની અમને લેવામાટે સામાં આવ્યાં હતાં. તેમણે અમારી ઘણી સારી સરભરા કરી. અમે ત્યાં ત્રણ દિવસ રહ્યાં, તે દર- મિયાન, એમની મારફતે અમે ત્યાંના ઘણા પ્રતિષ્ટિત પુરુષાના પરિચયમાં આવ્યાં. પહેલે દિવસે સવારમાં મારૂ નામ નંધાવવા માટે મિ.ટાવર અને શહેનશાહની ક્રીડાનૌકા ઉપર તેડી ગયા. તે વખતે શહેનશાહના મેળાપ થવાની વકી નહેાતી, પણ એટલામાં એમણે તુતક ઉપર દેખા દીધી અને મિ. ટાવરને દેખતાં આટલા વહેલા નૌકા ઉપર આવવાનું તેમને કારણ પૂછ્યું. તેમણે ખુલાસે કર્યો કે, હું મિ. કાર્નેગીનું નામ નધાવવા આવ્યો છું અને એ પોતે પણ સાથે આવેલા છે. તે ઉપરથી તેમણે પૂછ્યું: “ ત્યારે એમને અમારી હજીરમાં કેમ લાવતા નથી ? અમારે એમને હમણાંજ મળવું છે. આ વખતે નૌકા ખાતાના સેનાપતિએ તથા અમલદારાની પરિષદ્ ભરા- વાની હતી, તેથી હું તેવા કેટલાક અમલદારેાની સાથે વાતે વળગેલા હાવાથી પાછળથી આવતા મિ. ટાવરને તથા શહેનશાહને હું જોઈ શકયા નહેાતા. મારે ખમે કાનો હાથ અડકતાં મે પાછળ જોયું એટલે મિ. ટાવરે કહ્યું:-“ મિ.