પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
પિટ્સબર્ગ અને ઉદ્યમ



પેાતાને અનેક વિટબણાએ છે અને તે સધળી એ સહન કરી રહ્યાં છે; તે પછી મારે પણ માણસાઇ ધારણ કરીને મારી પોતાની વિટંબણાએ સહન કરી લેવી જોઇએ. મારી આશાએ ઉચ્ચ હતી અને કંઇના કંઈ ફેરફાર થશે એમ મને હમેશાં લાગતું. કેવા ફેરફાર થશે એને મને ખ્યાલ નહેાતે; પણ મને ખાત્રી હતી કે, તે હું ખંતથી વળગી રહીશ તેા જરૂર કંઇક ફેરફાર થયા વગર રહેશે નહિ. વળી એ ઉંમરે પણ હું મારી જાતને પૂછ્તા કે આવા સોંગામાં વાલેસ શું કરત ? એક સ્કોટ બચ્ચાએ શું કરવું જોઇએ ? આર્ભેલા કાને ત્યાગ ન કરવા, એટલી વાતનાં તે મને ખાત્રી હતી. આખરે એક દિવસે વાતાવરણ બદલાયું. મિ. હેને કેટલાંક બીલ તૈયાર કરવાનાં હતાં. એમની પાસે કારકુન નહેાતા અને એમના પેાતાના અક્ષર બહુ ખરાબ હતા. એમણે મને પૂછ્યું કે, તારા અક્ષર કેવા છે ? અને જાતે ખાત્રી કરી લેવા માટે તેમણે મારી પાસે કંઇક લખાવ્યું.મારા અક્ષર તેમને પસંદ પડયા,એટલે તે દહાડેથી તે મારી પાસેજ ખીલ તૈયાર કરાવવા લાગ્યા. વળી હું હિંસા કામમાં પણ પાવરધા હતા. બધી બાબતેને વિચાર કરતાં હાલ જે કામ ઉપર હું હતા, તેના કરતાં (એક બાબત બાદ કરતાં બીજી રીતે) એછા વાંધાભરેલા કામ ઉપર મને મૂકવામાં એમનુ પેાતાનું પણ હિત છે એમ તેમને સમજાયું. વળી મને એમ પણ લાગે છે કે એ માયાળુ હૃદયના હતા અને જાતે સ્કોટ હતા, તેથી મારા પ્રત્યેની ભલી લાગણીથી દેારવાઇને પણ તેમણે મને એન્જીન ઉપરના કામમાંથી મુક્ત કરવાનો નિશ્ચય કર્યો હશે. હવે મને નવી તૈયાર થયેલી ફરકડીએને તેલમાં મેળી કાઢવાના કામ ઉપર મૂકવામાં આવ્યા. સદ્ભાગ્યે આ કામને માટે એક ઈલાયદો ખંડ અલગ રાખવામાં આવ્યા હતા અને તેમાં મારે એકલાને કામ કરવાનું હતું. વળી હું મારા મનને કાજીમાં રાખવા માટે અત્યંત પ્રયાસ કરતેા તથા મારી પોતાની નબળાઇ બદલ હું મારી જાત ઉપર અત્યંત ગુસ્સે થતા; તેમ છતાં પણ મારી હાજરી આડાઈ કર્યા વગર રહેતી નહિ. તેલની ખાસની મને જે સુગલ ગતી, તેનેા હું કાઈ રીતે પરાભવ કરી શકતા નિહ. વાલેસ અને બ્રુસ પણ આ પ્રસંગે કાઇ રીતે ફાવી શકયા નહિ, પણ એક બાજુએ જ્યારે સવારના નાસ્તા કે ખપેારના ખાણા ઉપરથી મારી રુચિ ઉડી જતી, ત્યારે સાંજતા વાળુ વખતે મને કકડીને ભૂખ લાગતી; અને મને સોંપેલું કામ હું પૂરું કરી નાખતા. વાલેસ × વિનૈઃ પુન: પુનષિ તિદ્દશ્યમાનાઃ । પ્રારભુત્તમનના ન પચન્તિ | Gandhi Heritage Portal