પૃષ્ઠ:Darshanika.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ આવૃત્તિનું નિવેદન 66 કવિતા એ જીવનની સમીક્ષા છે, એ મેથ્ય આર્નોલ્ડનું જાણીતું મહાસુત્ર દનિકા ”ના વિસ્તૃત કાવ્યમાં મૂર્તરૂપે દેખા દે છે, અને ગુજરાતના ચરણમાં એ કાવ્ય મારા જીવનની અધી સદી પૂરી થતાં હું સહર્ષ મૂકીને કૃતકૃત્ય થાઉં છું. દ્રષ્ટા હા, પયગમ્બર હોય કે કવિ હો, સૌ પોતપોતાની અંતરજાતિના પ્રમાણમાં માનવજીવન અને વિશ્વ સંબંધના અનેક ગૂઢ કેયડાઓ ઉકેલવાનો પ્રયત્ન કરતા જ રહ્યા છે, કારણ કે આ દેખીતા વિશ્વનાં પિલાણ ને અંધારમાં નિત્યગતિમાન ચૈતન્ય પિતાનાં કિરણ પ્રસરાવતું જ રહ્યું છે. હું ગૂઢ છું તે પ્રત્યક્ષ થાઉ', એ ચૈતન્યની એક જ મહેચ્છા છે, અને એ પ્રત્યક્ષ થાય છે ત્યાં જ તે વૈતન્યની સિદ્ધિ છે. વિશ્વચૈતન્ય પ્રભુ પણ મહાવિશ્વરૂપે પ્રત્યક્ષ થયો છે, એ જ એના અસ્તિત્વની સિદ્ધિ છે. જગતને પ્રભુના અસ્તિત્વને માટે બીજા પુરાવાની જરૂર નથી. કવિતાની સાથે તત્ત્વદર્શન એ મૂળથી જ મારે પ્રિય વિષય છે, અને મારી સોળ વર્ષની નાની ઉમરમાં જ એક સંસ્કારી સિદ્ધ યોગીને મને સંબંધ થયા હતા, જેની કૃપાથી મનુષ્ય અને પ્રભુના મહાસંબંધના કેટલાક ગૂઢ પ્રશ્નો ભણી મારા હૃદયનું આકર્ષણ થયું હતું, અને તેની જ કૃપાથી યોગસિદ્ધિના મર્મ પણ હું મેળવી શકો હતો. મારી છૂટક કવિતામાં તત્ત્વદર્શનનાં એવાં અનેક સૂત્રો મૂળથી જ પડેલાં છે, એ બીજને મેં જીવનભર જગતના મહાન તત્વદર્શીએાનાં પુસ્તકોનાં વાંચન અને મનનથી સતત સિચન અને પોષણ આપ્યું છે, અને આજે તે મારા હૃદયમાં સુંદર વૃક્ષરૂપે ફાલ્યું અને ફળ્યું છે. કવિતા અને તત્ત્વદર્શનને મહાગ વિરલ છે, છતાં સ્વાભાવિક છે, સૌ મેટા