પૃષ્ઠ:Darshanika.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખંડ ૩ જીવન આ આપણું છે મળ્યું કહીંથી, તે પછી આપણું કેમ કહીએ ? જીવન આ છે અપાયું અહીં કેકથી, તેથી શું જીવનને ભાર વહીએ ? જીવન માગ્યું નથી. આપણે કોઈ દિન, માગનારા સદા રહે ભિખારી : જીવનને માણવું હૃદયવીરત્વથી, કે ગુલામી સદાની સ્વીકારી ? જીવનને રાખવા, જીવનને ચાખવા, જીવનની સાહ્યબી જાણવી એ : જીવન હળવું નથી જીવનરસ રાખવા, જીવન રળવું ઘટે માનવીએ ; જીવન લેનાર પણ જીવન આપે બધું, આપશે તે જ પિતાનું કરશે ? સૂર્યનું તેજ લઈ ચંદ્ર આપે ફરી, ' ચંદ્રની ચાંદની તો જ કરશે ! જીવનનું ગાન ૯૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 48/50