પૃષ્ઠ:Darshanika.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૭ એક જ ધર્મ સત્ય છે, અને તે સ્નેહનો વિશ્વધર્મ છે, માનવબંધુતાને મહાધર્મ છે. એ સ્નેહધર્મ હજી તો એક ભાવના જ છે. પણ વિશ્વમાં માનવસમાજને અનેક મંડળીમાં શથિત કરવાના જે પ્રયાસો ઠેરઠેર થયા છે ને થાય છે, તે એ મહાવૃક્ષની શાખા જેવા જ છે. માનવ- જીવન હાલ છે તે કરતાં જ્ઞાનમાં બધી બાજુથી આગળ વધશે તેમ એ સ્નેહના વિશ્વધર્મ ભણી વધુ ખેંચાતું જશે. એ ભાવના એક દિન, હજારો લાખ વર્ષો પછી પણ, સિદ્ધ થશે, એ કવિઓની ને પયગ- બની કલ્પના અને આશા છે; અને એ આશા જે ચૈતન્યથી ઉદ્દભવાઈ છે, તે ચૈતન્ય જ તેને પાણીને સિદ્ધ કરશે એવી શ્રદ્ધા વધારે પડતી નથી.

માનવજીવન અને વિશ્વસંબંધ માટે આજસુધીમાં એટલું લખાયું છે કે આ કાવ્યમાં કોઈને કશું નવું નહિ પણ લાગે એ સ્વાભાવિક છે. એકમ પર એકમ ઉમેરાઈ આંકડાઓ વધતા જાય છે, તેમ માનવનું જ્ઞાન પણ વધે છે. ‘મારો તો હાથી ને લૂંટવો તે ભંડાર,’ એ કહેવત પ્રમાણે મારી કાવ્યપ્રેરણાએ આ મોટા કાવ્યમાં માનવજ્ઞાનના સંચિત ભંડારમાંથી લૂંટ ચલાવેલી દેખાશે. એ લૂંટ પણ બાદશાહી લૂંટ છે. સર્જક સદા લૂંટતા આવ્યા છે, પણ તે પાછું નવસ્વરૂપે બક્ષવાને માટે. વિશ્વનિયતા કહો, કે કાળભગવાન કહે, એ જગતને એક બાજુથી લૂંટી બીજી બાજુએ સમૃદ્ધ કરે છે. તમામ જીવનનું પુનરુત્થાન એમ જ થાય છે, અને સર્જક કવિની નવી સૃષ્ટિ પણ એવી જ જૂની સૃષ્ટિની લૂંટમાંથી બંધાય છે. સર્જકની કળા તેને પાછી નવી જીવંત સૃષ્ટિની વ્યવસ્થામાં આવિભૂતિ કરવામાં છે.

અને હૃદયના આધાતમાંથી ઉદ્ભવેલું આ વિસ્તૃત કાવ્ય છપાઈને પ્રકટ થતી વેળા પણ હું મારા જીવનની તીવ્રમાં તીવ્ર વેદનામાંથી પસાર થાઉં છું, અને આ પ્રસ્તાવના એવી મહાવેદનાના અનેક ઉથલાઓ વચ્ચે મળેલી બે શાંત ઘડીઓમાં લખાઈ છે, એ પણ પરમાત્માની કોઈ અદ્દભુત વિભૂતિનું જ તત્ત્વદર્શન કરાવે છે. આ લખતી વેળા હું