પૃષ્ઠ:Darshanika.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખડ ૧ માટીમાંથી ઘડાયે દિસે માનવી, શું જશે માટીમાંહીં જ અંતે ? અવધ માટી સુધી જ શું હશે જીવનની ? જગત આ અટકતું શું દિગતે ? સર્વ વ્યાપાર આ માટીના વિરમતાં માટીની સર્વ તૃષ્ણા વિરમશે ? માટીને પગ તળે રાખતો જે હતા, શું થવા માટી તેને જ ગમશે ? માટીમાંથી ઘડાયે, છતાં માનવી | નહિ જ કંઈ જાણતા શા થકી એ ; કેમ સૌ ઊપજતું, કેમ ભાંગી જતું : શું નથી અંત પણ ઘાતકી એ ? માટીને અંત એ માટીમાં હા ભલે : પણ જશે કયાં બધા ભાવ ગરવા ? માટીમાં ખેલતા “હું” ન માની શકે માનવી છે ઘડાયે જ મરવા ! સૃષ્ટિની અસ્થિરતા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 33/50