પૃષ્ઠ:Darshanika.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખડ ૨. ૭૦ મૃત્યુ પાછળ કશું ના રહ્યું હોય તો જીવનની સીડીને ક્યાં ટકા ? જીવન આધાર વિણ લટકતું આ રહે, પડી જતું કેમ એને બચાવો ? મૃત્યુ પાછળ કશું ના રહ્યું હોય તો જીવન અર્પણ કરે સ્નેહ ક્યાંથી ? માનવીની બધી દેવલીલા જગે સતત ઉભરાય આ તેહ ક્યાંથી ? છે દિવાલો બધી આ દિગંતે ઊભી, ત્યાં જ નહિ સૃષ્ટિનો અંત આવે ઃ દૃષ્ટિથી દૂર સફરી જતાં સાગરે નહિ જ સફરી ડૂબેલી જણાવે ; સૃષ્ટિ પાછળ રહી સૃષ્ટિ બીજી કંઈક, સતત રહે પડ પછી પડ ઊઘડતાં : જીવન પાછળ ન કયમ જીવન બીજું રહે મૃત્યુનાં પડ પછી પડ ઊપડતાં ? મૃત્યુનું નૃત્ય ૭૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 2750