પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૨૫
કાઠિયાવાડ રાજકીય પરિષદ

કાઠિયાવાડ રાજકીય પરિષદની સમિતિએ આગામી પરિષદના પ્રમુખ તરીકે શ્રી. અમૃતલાલ ઠક્કરની પસંદગી કરી છે તેને સારુ સમિતિને ધન્યવાદ આપું છું.

રાજ્યપ્રકરણમાં પ્રકાશ પામેલાં ઘણાં નામો આવ્યાં હતાં પણ અમૃતલાલ ઠક્કરનું નામ આવતાં કોઈને કંઈ કહેવાપણું જ ન રહ્યું. આ પસંદગીમાં મુખ્ય વસ્તુ હું એ સમજ્યો છું કે પ્રમુખ ગમે તેવો તોપણ કાઠિયાવાડનો, ચારિત્રવાન અને દેશસેવાના રંગથી રંગાયેલો હોવો જોઈએ. આ ત્રણ પ્રકારની કસોટીએ શ્રી. અમૃતલાલ ઠક્કર સહેલાઈથી ચડી શક્યા ને ઉત્તીર્ણ થયા. અમૃતલાલ ઠક્કરથી ચારિત્રમાં ચઢી શકે તેવો સેવક આજે નહિ મળે કાઠિયાવાડમાં, નહિ મળે ગુજરાતમાં, કે નહિ મળે હિંદુસ્તાનમાં. દેશને અર્થે તેમનો ત્યાગ આપણા બધાના કરતાં કદાચ પુરાણો છે. તેમની એકનિષ્ઠા તેમને અને દેશને દીપાવે છે. અને સેવાપરાયણતામાં તેમની હરીફાઈ કરવી મુશ્કેલ છે. તે સેવાનું ક્ષેત્ર પણ તેમણે જેટલું સહેલું તેટલું જ અઘરું રાખ્યું છે. સહેલું એમ કે, જે કોમોની સેવા તેમણે શોધી તેમની સેવામાં રસ લેનારા થોડા જ હોય, એટલે તેમને પરિણામ તુરત મળે. અઘરું એટલા સારુ કે, તેમાં