પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
પોરબંદર પરિષદ

આજીવિકા તો ધંધામાંથી મેળવવાનો વિચાર જ ન રાખે. ડૉ. વાનલેસે હજારો ઑપરેશનો કર્યાં, તેમની સંસ્થાને હજારો રૂપિયા લોકો આપી જાય છે, પણ તેમાંથી કોડી તે નથી રાખતા. સૅમ હિગિનબૉટમ સિંધિયા પાસે ખેતીવાડીના નિષ્ણાત તરીકે હતા. તેમને રૂા. ૪,૦૦૦ માસિક સલાહના મળતા, પણ તેમાંથી કોડી તેમણે અંગત વાપરવા માટે લીધી ખરી ? હા; આપણા ચંદુલાલ દાક્તર છે. ખરા — એ એવું જ કરનારા છે, પોતાનો ધંધો તો સરસ જાણે છે જ, પોતાને માટે કોડી લેતા નથી, અને ગરીબ તેમની પાસે જઈ ને ઊભા રહી શકે.

સત્યાગ્રહી નિર્મળ સાધના સાધે, પોતાની પ્રવૃત્તિ નક્કી કરી લઈને તેને જ વળગી રહે. એક વાર ખોટી વસ્તુને પણ સત્યનિષ્ઠાથી તેણે સત્ય માની હોય તો તેને વળગી રહે તેમાં જ તેની અનન્ય શ્રદ્ધા અંકાય. તુલસીદાસે કહ્યું છે:

રજત સીપમહં ભાસ જિમિ, જથા ભાનુકર વારિ,
જદ્યપિ મૃષા તિહુંકાલ સોઈ, ભ્રમ ન સકે કોઉ ટારિ,

જગતને સત્ય માનીને ચાલીએ છીએ તો પછી જગતના હિતમાં જ મચ્યા રહેવું રહ્યું. એમાં જ કલ્યાણ છે.

પ્ર૦ ધારો કે अ રાજ્ય સત્યાગ્રહ કરવા જેટલું બગડ્યું છે તો અમે તેમાં થાણું નાંખી શકીએ?

ઉ૦ ના, બહાર રહ્યા રહ્યા તમારે ખૂબ બળવાન બનવું રહ્યું, બહારથી अનો પ્રજામત કેળવવો રહ્યો. જ્યારે તમે જુઓ કે તમારામાં બળ વ્યાપ્યું છે, અને अમાં ગાબડું પડ્યું છે, ત્યાં કોક વિભીષણ મળી આવે એમ છે એમ જણાય, તો સત્યાગ્રહ દળ अ ઉપર ચડાઈ કરે. એ ચડાઈ કરતાં છતાં જે રાજાની ખરાબ નીતિ માટે ચડાઈ કરવામાં આવે છે તે