પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
વિચારની અરાજકતા

નિર્ણયો સત્તાધિકારીની ઇચ્છાને અધીન ન હોય, પણ ન્યાયને, સત્યને અધીન હોય. આવા સ્વરાજને મેં સંક્ષેપમાં રામરાજ્ય કહ્યું છે. એનો મુસલમાન ઇત્યાદિ અનર્થ કરે તેથી તેને હું ધર્મરાજ્ય પણ કહું છું. અહીં રાજાને સ્થાન છે. પણ રાજા એટલે રક્ષક, વાલી, ટ્રસ્ટી; રાજા એટલે સર્વશ્રેષ્ઠ સેવક, દાસાનુદાસ. સ્વરાજનો રાજા પ્રજાનું અવશેષ ખાનાર છે; એટલે પ્રજાને સુવાડીને સૂએ, ખવડાવીને ખાય, જિવાડીને જીવે. આવા રાજા સદા જીવો. એવા રાજા આ યુગમાં ન પાકે તો રાજા નામનો નાશ જ છે એ વિષે મને શંકા નથી.

ભોપાળના રાજા કે બીજામાં આજે એવાં કંઈ લક્ષણ છે કે નહિ તેની સાથે મારે સબંધ નથી. આ પ્રશ્નની જાગૃતિના યુગમાં કેવા રાજા નભી શકે એ મેં તો જણાવી દીધું.

ભોપાળના રાજાની મારી સ્તુતિ મર્યાદિત છે, મારી સ્તુતિ વિષે છાપાંમાં જે રિપોર્ટો આવ્યા છે તે મેં હજુ લગી વાંચ્યા નથી, વાંચવાની ઇચ્છા સરખી પણ નથી. મને અનુભવ થઈ ચૂક્યો છે કે છાપાંમાં મારાં કે બીજાનાં ભાષણોના શુદ્ધ રિપોર્ટો ભાગ્યે જ આવે છે. છાપાંના મારે વિષેના રિપોર્ટો હું માનું તો આજે તો મારે માનવું રહ્યું કે મને ત્રણેક માસ ઉપર ચકરી આવી હતી. પણ છાપાંના રિપોર્ટોથી મારો ને મારા સાથીઓનો અનુભવ જુદો જ છે. તેથી મેં બધાને ચેતવણી આપી છે ને ફરી આપું છું કે મારા બોલ વિષે મેં જે ‘યંગ ઇંડિયા’માં કે ‘નવજીવન’માં લખ્યું હોય તે જ સાચું માનવું. બાકીને સારુ મને જવાબદાર ન ગણવો જોઈએ. ભોપાળના નવાબ સાહેબની જે સ્તુતિ મેં કર્યાંનું લખ્યું છે તેને હજુ હું અક્ષરશઃ વળગી રહું છું. તેમના ‘મહેલ’ની