પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

તેની જ સાથે પોતાની ફરજનું ભાન થાય તો આજે સ્વરાજ છે. એ ભાન સત્યાગ્રહ વડે જેટલા વેગથી થાય છે તેટલા વેગથી બીજે કોઈ રસ્તે ન જ થઈ શકે. આ આપણે છેલ્લા બાર માસમાં પ્રત્યક્ષ અનુભવ્યું. એ સત્યાગ્રહમાં જેટલો મેલ પેસી ગયો હતો તેટલે અંશે આપણને સ્વરાજપ્રાપ્તિમાં વિઘ્ન આવ્યું છે.

સત્યાગ્રહ એ લોકકેળવણીનું ને લોકજાગૃતિનું મોટામાં મોટું સાધન છે. સત્યાગ્રહનો બીજો અર્થ આશુત્મદ્ધિ છે. રાજવર્ગને આત્મશુદ્ધિની વાત માત્ર થઈ શકે, તેની ઉપર અસર પહોંચતાં સમય જાય. રંકવર્ગ તો હૂંફ શોધ્યા જ કરે; તેને પોતાના દર્દનું ભાન તો છે જ, ઉપાયનું નથી. તેથી જે ઉપાય બતાવનાર મળી આવે તેના ઉપાય અજમાવે છે. આવી સ્થિતિમાં કોઈ સાચા સેવક તેને મળી જાય તો તેને તે છોડતા નથી તે યથાશક્તિ તેના ઉપાય સ્વીકારે છે. એટલે એક દૃષ્ટિએ રંકવર્ગ જિજ્ઞાસુ ગણાય. સ્વરાજપ્રાપ્તિ પણ તેની મારફતે થાય. એ પોતાની શક્તિ ઓળખે, તે ઓળખતાં છતાં તેનો મર્યાદિત ઉપયોગ જ કરે. આટલું થાય એટલે મારી કલ્પનાનું સ્વરાજ આવ્યું સમજવું. પ્રજા એવી શક્તિ પામ્યા પછી તેને રોકનાર પરતંત્ર અને સ્વતંત્ર બંનેની સામે તે સફળ મુકાબલો કરી શકે.

એથી કાર્યકર્તાઓનો ધર્મ કેવળ લોકસેવા છે. લોકસેવા સત્ય અને અહિંસાને માર્ગે જ થાય. તેમાં જેટલો મોલ આવે તેટલે અંશે લોકપ્રગતિ રોકાય.

દરમ્યાન રાજવર્ગ ને ધનિકવર્ગ જો યુગને ઓળખે તો પોતાની પાસે રહેલ દ્રવ્ય અને દ્રવ્યોપાર્જનશક્તિના માલિક