પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

સમૂહોનો સામનો કરવા વખત આવે તે વખતે મહાસભાનો ધર્મ શો?

સૌથી પહેલું અને સ્વાભાવિક પગલું તો એ કે, મહાસભા પ્રધાનમંડળ રાજકોટની પ્રજાની સલામતી તેમ જ ઇજ્જતની રક્ષા કરવી એને પોતાનો ધર્મ ગણે અને એની જવાબદારી ઉપાડી લે. નવી રાજ્યઘટનાની રૂએ દેશી રાજ્યો ઉપર પ્રધાનોને આવી કશી સત્તા નથી એ સાચું છે; પણ પ્રધાનો એક મોટા પ્રાંતનો કારભાર કરી રહ્યા છે, જેમાં રાજકોટ તો એક બિંદુરૂપે આવેલું છે. અને એ રીતે હિંદી રાજ્યઘટનાની કક્ષા બહાર પણ પ્રધાનોના હકો અને ફરજો રહેલાં છે જ. આનું મહત્ત્વ પણ કઈ જેવુંતેવું નથી. ધારો કે રાજકોટમાં આખા હિંદુસ્તાનના ગુંડાઓ આવીને ભરાય, વધુ એમ પણ કલ્પના કરો કે ત્યાં બેસીને તેઓ આખા હિંદુસ્તાનભરની કારવાઈઓ ચલાવે, તો પ્રાંતિક પ્રધાનોનો ચોખ્ખો અધિકાર અને ફરજ થઈ પડે કે તેઓ ચક્રવર્તી સત્તાને તેના મુંબઈના પ્રતિનિધિ મારફત રાજકોટનો મામલો સુધારી દેવા કહેવડાવે અને ચક્રવર્તી સત્તાએ પણ એ સ્થિતિમાં કાં તો તેમ કરવાની પોતાની ફરજ અદા કરવી રહી અથવા તો પ્રધાનોને ખોવા રહ્યા. દરેક પ્રાંતિક પ્રધાનને તેના પ્રાંતની ભૌગોલિક હદની અંદર જે કંઈ બને તે બધા જોડે નિસ્બત છે, ખાસ કરીને જ્યારે એવી કોઈ બીના તેની સુરુચિને આઘાત કરનારી હોય; પછી ભલે તે તેની કાયદેસરની હદની કક્ષા બહારની હોય. સદરહુ પ્રદેશનું જવાબદાર રાજ્યતંત્ર એ ભલે પ્રધાનોની નિસ્બતની વાત ન હોય, પણ જો ત્યાં મરકી ફાટી નીકળી હોય અગર તો કતલ ચાલે તો તે જોડે તેમને અલબત્ત