પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩
ઠાકોર સાહેબને ગાંધીજીનો કાગળ

સભ્યોની અને એ જોવાની જવાબદારી રાજકોટના રાજ્યકર્તા તરીકે મારી છે, અને મારા રાજ્યના તેમ જ પ્રજાના હિતને વિચારતાં હું એ જવાબદારીમાંથી છૂટી શકું નહિ. આવી મુદ્દાની બાબતમાં છેવટનો નિર્ણય બીજા કોઈને કરવા દેવો એ મારે સારુ અશક્ય છે. હું અગાઉ ખાતરી આપી ચૂક્યો છું કે સમિતિ પોતાનું કામ શાંત વાતાવરણમાં વહેલામાં વહેલું શરૂ કરે એવી મારી તીવ્ર અભિલાષા છે, જેથી જરૂરી જણાય એવા સુધારા રાજમાં દાખલ કરવામાં ઢીલ થવા ન પામે.

(અંગ્રેજી તારનો તરજુમો)

આપનો
(સહી)
ધર્મેન્દ્રસિંહ

 


હરિજનબંધુ, ૫–૩–૧૯૩૯