પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

એક ઓરડામાં પુરાવા તૈયાર છું. તમે મારી શંકાઓનું નિરાકરણ કરો.’ ખાંસાહેબ ફતેહમહમદખાન પણ ત્યાં હાજર હતા. તે પણ આ વાતચીતમાં ભળ્યા અને દરબાર વીરાવાળાને આગ્રહ કરવા લાગ્યા કે, ‘ગમે તેમ કરીને આનો નિવેડો આણો. પ્રજા આ બધાથી હવે થાકી છે.’ આ પ્રસંગનાં બધાં મધુર સ્મરણો તમને આપું એટલો વખત નથી, પણ એક વાત તમારે ખાસ જાણવા જેવી છે ખરી. પરિષદનાં માણસો પ્રત્યે એમનામાં સખત તિરસ્કાર હતો. અગાઉ તો હું આ હસી કાઢતો. પણ આ વેળાએ મને એ ખૂંચ્યું. અહિંસામાંથી એક પ્રકારનો ભય ઊપજી શકે છે. જેવો દીકરો જ્યારે વાળુ કર્યા વગર રિસાઈ ને સૂઈ જાય છે ત્યારે માતાને ઊપજે છે. પણ અહિંસાનું પરિણામ તિરસ્કારમાં કેમ આવે?

અહિંસાની આ વ્યાખ્યા તમારા ગજા ઉપરાંતની હોય તો તમે મને કહી શકો છો અને તમે તમારો સ્વતંત્ર માર્ગ લેવા છૂટા છો. હું બહાર રહ્યો મારાથી બનશે તેટલી સહાયતા આપ્યા કરીશ. પણ જો અહિંંસાનો પંથ ખેડ્યે જવાનો જ તમારો નિશ્ચય હોય તો તમારે સમજવું જોઈએ કે સંપૂર્ણ આત્મશુદ્ધિના પ્રયત્નમાં મરી ફીટવું એ અહિંસાની શરત છે. ચોવીસે કલાક અહિંસાનું સ્તવન કરનારા સાધક તરીકે ખાંખદ કરી કરીને અંતરમાં ભરાઇ રહેલા દોષોને ખોળી કાઢીને તમારા આગળ મૂકવા એને હું મારો ધર્મ સમજીશ. આમ કરતાં તમને સહાયતા કરવાની મારી શક્તિ હજારગણી વધે.

પ્રથમથી જ હું તમને તમારા પોતાના બળ ઉપર જ ઝૂઝવાની વાત કરતો આવ્યો છું. પણ હવે એક જુદા પ્રકારની શક્તિ હું તમારામાં જોવા માગું છું. બધી બાબતમાં તમારે