પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

કહેવાતા ત્યારે હું તેમને મળ્યો હતો. અમે એકી વખતે ભણતા ને મળતા પણ ખરા. તે વખતની તેમની સાદાઈ ને તેમનો પ્રજાપ્રેમ ખૂબ હતાં.’ આ બધું આજે નથી. આજે તો જામસાહેબની પ્રજા જેટલી પીડાય છે તેટલી બીજી ભાગ્યે જ પીડાતી હશે. તેમની રાજનીતિમાં સુધારો કરવો અને પ્રજાને રેંટિયો ફેરવતી કરી મૂકવી એ બેને સંબંધ શો છે ? અમને તો લાગે છે કે તમે જેલથી કંટાળ્યા છો, તમે ફરી જેલ જવા નથી ઈચ્છતા, તેથી તમારી નિર્બળતા ઢાંકવા અને પણ અવળા માર્ગે લઈ જઈ નિર્બળ કરવા ઈચ્છો છો.” આવા ઉદ્‌ગારો એક જ વ્યક્તિના નથી. મારી ‘નિર્બળતા’ની વાત વિનોદરૂપે એક મિત્રે કહેલી. એ બધી વાતોને મેળવી મેં ઉપરનો આરોપપત્ર બનાવ્યો છે.

જામસાહેબ વિરુદ્ધ મેં ઘણુંયે સાંભળ્યું છે. કેટલાક મિત્રોએ તે પુરવાર કરવા બે વર્ષ પહેલાં મને કાગળિયાં પણ મોકલેલાં. પણ હું બીજા કામોમાં રોકાયેલો હોવાથી ને કાઠિયાવાડનું રાજ્યતંત્ર સુધારવું મારા ક્ષેત્ર બહાર હોવાથી મેં તે વિષે કંઈ જ ન કર્યું, ન લખ્યું. આજ પણ હું તેમાં પડવા નથી ઈચ્છતો. હું માનું છું કે જો સ્વરાજપ્રવૃત્તિમાં પ્રજાને શાંતોપચારથી સફળતા મળે તો દેશી રાજ્યતંત્રોમાં જ્યાં જ્યાં ન્યૂનતા હશે ત્યાં ત્યાં તે તેની મેળે જ દૂર થઈ જશે. પણ કાઠિયાવાડી રાજ્યતંત્રમાં જરાયે દખલ દેવા તૈયાર થાઉં તો એકપક્ષી ટીકાઓ ઉપરથી હું અભિપ્રાય બાંધું જ નહિ. વળી જામસાહેબ સાથેની મારી ઓછી કે વત્તી ઓળખાણને વશ થઈને પણ, પ્રથમ તો તેમને મળવાનો અને બધી ફરિયાદો તેમની પાસે મૂકવાનો હું પ્રયત્ને કરું, ને ત્યાર