પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૫
રાજાઓને

નથી, પછી આની વિરુદ્ધ ભલે ગમે તે દલીલો રજૂ કરવામાં આવે. હાઈકોર્ટોની સંસ્થા અંગ્રેજોએ ધીરજભર્યાં પ્રયાસોથી અને કાળજીથી રચી છે. હાઈકોર્ટના વિધિ ખર્ચાળ અને અપેક્ષાના પ્રમાણમાં બહુ અસંતોષકારક છે, દેશના ગરીબ વર્ગના ગજા બહારના છે, કઢંગા અને બોજારૂપ પણ છે, લફંગા લોક એમાં ઘણી વાર ફાવી જાય છે. આ બધા દોષો છતાં, અને જ્યાં મોટા રાજદ્વારી મામલાઓના વિચાર આડે નથી આવતા ત્યાં, હાઈકોર્ટોના ચુકાદા ન્યાય્ય અને નિર્ભયપણે અપાતા જોવામાં આવે છે. આવી હાઈકોર્ટો સિવાય બીજો કોઈ સહેલો અને તૈયાર અંકુશ રાજ્યની અદાલતોના મનસ્વીપણા સામે અને કેટલીક વાર રાજ્યના સત્તાધીશો આગળ તેમની જીલબ્બે સામે હું કલ્પી શકતો નથી. બીજું કશું તેટલું જ સચોટ શોધી શકાય તો તેમાં મને વાંધો નથી.

એક વાત સ્પષ્ટ લાગે છે. હિંસા વગર જો કદી રાજાઓ પાસેથી સત્તા પ્રજાના હાથમાં જવાની હશે અને જો રાજાઓ રાજા તરીકે રહેવાના હશે, તો તેમણે બદલાયેલા સંજોગોને અનુકૂળ થયે જ છૂટકો છે. મારી યોજનામાં, એટલે હું રાજાઓ સ્વેચ્છાપૂર્વક પોતાની સત્તા છોડે અને પ્રજાના સાચા ટ્રસ્ટીઓ બને એ યોજનામાં, બહુ થોડા લોકોને આસ્થા છે. ટીકાકારોનું કહેવું છે કે એ શેખચલ્લીના વિચાર છે, મનુષ્યસ્વભાવની વિરુદ્ધ છે. પણ હું પોતે ત્યાં સુધી એની વહેવારુ શક્યતામાં માનું છું ત્યાં સુધી મારે એની હિમાયત કર્યે જ છૂટકો. દુનિયા આજે કાં તો આત્મનાશની દિશાએ અને કાં તો તેનાં નૈતિક, સામાજિક, આર્થિક તેમ જ રાજકીય તમામ દરદોનો અહિંસક ઇલાજ શોધવાની દિશાએ અનિવાર્યપણે