પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
ધર્મમંથન
૨૬૧
 

પર — શુદ્ધિની બુદ્ધિ વિક શ્રદ્ધા શ્રામાં શંકાને સ્થાન નથી. એનો અર્થ એ નહિ કે શ્રદ્ધામય મનુષ્ય જડવત્ અથવા જડ જ અની જાય છે. માણુક્ષમાં શુદ્ધ શ્રદ્ધા છે તેની મુદ્ધિ જાગૃત હાય, તે પોતાની અદ્ધિથી જાણે છે કે બુદ્ધિથી પણ વધારે એક વસ્તુ છે. અને તે અદ્દા છે. જ્યાં મુદ્ધિ નથી પહેાંચી શકતી ત્યાં શ્રદ્ધા પહાંચે છે. બુદ્ધિનું મૂળ મગજમાં છે. અહાનું હૃદયમાં છે. અને એ તેા જગતના વિચ્છિન અનુભવ છે કે બુદ્ધિબળથી હૃદયબળ હજારાગણું વધારે છે. શ્રદ્ધાથી વહાણા ચાલે છે. શ્રદ્ધાથી મનુષ્ય પુરુષાય કરે છે. શ્રદ્ધાથી તે મૂળ પર્વતને ચલાયમાન કરી શકે છે. શ્રદ્ધાવાનને કાઈ પણુ પરાજિત કરી શકતા નથી. બુદ્ધિમાનને હંમેશ પરાજયના ડર રહે છે. બાળક પ્રäાદમાં મછત હેાઈ શકે પણ તેની શ્રદ્ધા મેરુની જેમ અચળ હતી. શ્રદ્ધામાં વિવાદને સ્થાન નથી. એટલે એની શ્રદ્ધા બીજાને કામ નહિ આવી શકે. એક મનુષ્ય શ્રદાથી નદી એળગી શકે છે. પણ બીજા ક્રાઈ એનું યાંત્રિક રીતે અનુકરણ કરશે તે! તે જરૂર અડી મરશે. તેથી ભગવાન કૃષ્ણે ગીતાના સત્તરમા અધ્યાયમાં કહ્યું છે : ‘ચો ચ: ધ વ સ તુલસીદાસજીની શ્રદ્ધા અલૌકિક હતી. એમની શ્રદ્ધાએ હિંદુ સસારને રામાયણુ જેવા ગ્રંથરત્નની પ્રસાદી ભેટ આપી છે. રામાયણુ એ વિદ્વત્તાથી પરિપૂર્ણ ગ્રંથ છે. પણ એમાંની ભક્તિના મહત્ત્વની પાસે વિદ્વત્તા કઈ જ નથી. શ્રદ્ધાથી અદ્દિનું ક્ષેત્ર જુદું છે. શ્રદ્ધાથી અંતર્નાન અને આત્મજ્ઞાનની વૃદ્ધિ થાય છે, એટલે કે અંતઃશુદ્ધિ થાય છે; બુદ્ધિથી બાહ્ય જ્ઞાન અથવા ભૌતિક જ્ઞાનની વૃદ્ધિ થાય છે, તઃશુદ્ધિ સાથે તેને કાર્યકારણના સબંધ નથી. અતિશય બુદ્ધિશાળી લગ્ન અતિશય ચારિત્રહીન પણ જોવામાં આવે છે. પણ શ્રદ્ધાની સાથે ચારિત્રશૂન્યતા હોઈ જ નહિ શકે. મા