પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨


હું તેમને વિશેષ આદરપાત્ર ગણતા થયેા છું. કાઇક વાર ગુજરાત કરતાં મહારાષ્ટ્રની સંસ્થાએ તરફ તેમને વિશેષ પક્ષપાત છે, એવા આક્ષેપે મેં સાંભળ્યા છે, અને કાઈ વાર હું પણ આ આક્ષેામાં ભળ્યા છું. પરંતુ નિરીક્ષણ અને વિચારના પરિણામે હું ખાત્રીથી કહી શકું છું કે એ મહાપુરૂષના મનમાં પ્રાંતિક ભેદ નથી. તેમના સ્વભાવમાંજ મારૂં તારૂં નથી. તેમના મનમાં કેવળ સ્ત્રીવની સેવા કરવાનું જ છે. સિંધ હૈદ્રાબાદની કન્યાશાળા માટે અને ત્યાં વિદ્યાપીઠની શાખા ખેાલવા માટે મેં એમનામાં'પૂનાની શાળા જેટલી જ તત્પરતા જોઈ છે. ભાવનગરનું મહિલાવિદ્યાલય સંપૂર્ણ સ્થિતિએ પહેાંચે અને વિદ્યાપીઠની મદદ મેળવે તે માટેની પણ તેમની તત્પરતા મે અનુભવી છે. મુંબઇમાં ગુજરાતી મહિલાવિદ્યાલય ઉત્તમ સ્થિતિએ આવે તે માટેની તેમની ઉત્કંઠાને પણ મને પરિચય છે. તેમનામાં પ્રાંતિક ભેદનું સંકુચિતપણું છે, એવું મારા મનમાં પણ આવા માટે હું તેમની ક્ષમા ચાહું છું. આવા પુરૂષા તા પ્રાંતિક ભેદ ભુલાવે છે, અને આવા પુરૂષોની જીવનકથા જાણવાથી ગુજરાત અને મહારાષ્ટ્ર એક બીજાને વધુ એળખશે એમ મારૂ માનવું છે. ઈશ્વર એમને દીર્ધાયુ આપી હજી પણ તેમના હાથે આપણા સ્ત્રી- સમાજનેા વધારે ઉદ્ધાર કરાવે એવી મારી આજના પ્રસંગે પ્રાર્થના છે. “સ્ત્રીએાધ”ના વાચકાને આટલા મોટા એવડા કરતાં પણ મેટા-અંક આપવાનું કબુલ કરવા અને તેનું તમામ ખર્ચ પેાતાને માથે ઉપાડી લેવા માટે રા. જીવનલાલ અમરશી મહેતાને પણ હું ઉપકાર માનું છું. કેશવપ્રશાદ દેસાઇ. Gandhi Heritage Portal