પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


નથી. આ વિષય ગમે તેા લે, નહિ તે એને બદલે બીજો વિષય લે. અંકગણિતથી વધારે ગણિતને વિષય શીખ્યા વિના પણ મહિલા વિદ્યાપીઠનાં પદવીધર થઇ શકાય છે. ક઼ાલેજમાં ન જતાં ઘેર અભ્યાસ કરી આ વિદ્યાપીઠની પરીક્ષા આપી પદવીધર થઇ શકાય છે. આવી રીતે એ સ્ત્રીએ પદવીધર થઇ છે. માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ મેળવવાની સ્ત્રીઓને સરળતા કરી આપવી એ આ વિદ્યા- પીડને એક હેતુ છે. પરીક્ષા દેવા માટે લાંબી મુસાફરી કરી પરીક્ષાના સ્થળે વિદ્યાર્થીનીઓને જવું પડે છે એ ત્રાસ દૂર કરવા માટે વિદ્યાર્થીની બહુ દૂર રહેતી હેાય તે। તેની પરીક્ષા ત્યાં જ લેવાની સગવડ કરવામાં આવે છે. ત્યાંના શિક્ષણ ખાતાના ઈન્સ્પેકટરની દેખરેખ નીચે તેની પરીક્ષા લેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વિદ્યાપીને અનેક દૃષ્ટિએ રાષ્ટ્રીય કહી શકાય. વિદ્યાપીઠના અધિકારનાં સર્વ સૂત્રેા પ્રતિનિધિક તત્વ પર બનેલી સેનેટના હાથમાં છે. સર્વ જાત, ધર્મ ને પ્રાંતના લેાકા આ સંસ્થાને ફાયદો લઈ શકે છે. મરાઠી, ગુજરાતી, હિંદી, બંગાળી તે ઉર્દુ ભાષામાં રફતે રફતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આ સંસ્થાના લાભ લે છે. આ વર્ષે સિધી ભાષામાં અભ્યાસ કરી એક વિદ્યાર્થીની પ્રવેશક પરીક્ષામાં બેઠી છે. કાઈ પણ પ્રાંતની ત્યાંની ભાષામાં શિક્ષણ અપાતી હાઇસ્કુલ કે કાલેજ આ વિદ્યાપીઠ સાથે જોડાઇ શકે છે. દ્રવ્યના બળ સિવાય યુનિવર્સિટી ચાલી શકે નહિ એ ખરું, પણ આ વિદ્યાપીનેા જન્મ રાજારજવાડા અને શ્રીમતાનાં મેટાં દાનના બળ પર થયા નથી, પણ સામાન્ય લેાકામાંથી મળતી નાની નાની પણ હજારાની રકમેાના દાન પર થયા છે, તે આવા લેાકાના આશ્રય પર જ તે હાલ પણ નભે છે. થાડા અપવાદ ખાદ કરીએ તે વિદ્યાપીઠને રાજારજવાડા અને શ્રીમંતા તરફથી મળેલી મદદ સામાન્ય લોકેાની મદદ જેટલી જ છે. અંગ્રેજી ભાષાને વધારે પડતું મહત્ત્વ ન દેતાં, એછા શ્રમે સ્ત્રીઓને માતૃભાષામાં જ્ઞાન મેળવવાનાં સાધનેા મેળવી આપવા માટે વિદ્યાપીઠ જોરથી પ્રયાસ કરે એવી મારી ઇચ્છા છે. મનપર પડતા સંસ્કાર કે બહુશ્રુત- પણાની દૃષ્ટિએ આ વિદ્યાપીઠની પ્રવેશક પરીક્ષામાં પાસ થયેલી વિદ્યાર્થીની બીજી યુનિવર્સિટીમાંથી મેટ્રીક થયેલી વિદ્યાર્થીનીથી ઉતરતી હાવી ન જોઇએ ને નથી જ રહેતી એવું મને લાગે છે. તે જ પ્રમાણે અમારી ‘ગૃહીતાગમા’– Ganar ની સામાન્ય પદવી (Pass digree) મેળવેલી સ્ત્રી બી. એ. થયેલ સ્ત્રીના ritage Portal