પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
મહિલા–વિદ્યાપીઠનું વૈશિષ્ટય.


કરતાં ઉતરતી નથી હાતી એમ કહેવામાં મને શકા થતી નથી. સંસ્થા પ્રત્યેના મારા વાત્સલ્યને લઈને હું આમ કહું છું એમ કાઇને લાગે તે મારે જવાબ એ છે કે તે પ્રમાણે સાધ્ય થયું ન હોય તેા થવું જોઇએ એવું મારું કહેવું છે. ૧૨૩ સ્ત્રીએાના માધ્યમિક શિક્ષણને યાગ્ય અભ્યાસક્રમ ઘડી તે શિક્ષણના પ્રસારનું ઘેાડુંઘણું કાર્ય પણ પેાતાના હાથે થાય એવા વિદ્યાપીઠનેા હેતુ છે તે તે પ્રમાણે તેના હાથથી ઘેાડુ ધણું કાર્ય થયું છે એ ખીા એક પ્રક- રણમાં આપેલી માહિતી પરથી જણાશે. માત્ર સ્વભાષા મારફતે જ માધ્યમિક શિક્ષણ મળે એવી આ વિદ્યાપીઠે યેાજના કરી છે. અંગ્રેજી સિવાય પ્રવેશક પરીક્ષાના બધા વિષયાની એક પરીક્ષા રાખી છે, તેને ‘ માતૃભાષામાંના માધ્યમિક શિક્ષણની છેવટની પરીક્ષા’ એ નામ આપવામાં આવ્યું છે. આ પાસ થયેલી સ્ત્રી અંગ્રેજીમાં પણ પાસ થાય તે તેને પ્રવેશક પરીક્ષાનું સિટ- ક્રિકેટ મળી શકે છે, જેને અંગ્રેજી બિલકુલ શીખવું ન હાય કે વચ્ચેથી છેડી દેવું હાય તેને આ પરીક્ષા ઉપયાગી થઇ પડે છે. પ્રાથમિક શિક્ષણને ઘેાડી મદદ કરવાના હેતુથી પ્રાથમિક શાળાએ માટે શિક્ષિકાએ તૈયાર કરવા માટે સ્ત્રીએની કોલેજો ઉધાડી આ વિદ્યાપીઠને જોડી, તેમને ઘેાડી વાર્ષિક મદદ આપી, તેમના માટે અભ્યાસક્રમ રચીને વિદ્યાર્થી- નીઓની પરીક્ષા લઇ તેમને સર્ટિફ્િટ આપવાનું કામ વિદ્યાપીઠની દેખરેખ નીચે ચાલે છે. તેને કેટલા ઉપયોગ થયેા છે તે બીજા એક પ્રકરણમાં આપેલી માહિતી પરથી જણાશે. આ સંસ્થાને યુનિવર્સિટીનું નામ ઘટતું નથી એવું કેટલાકનું કહેવું છે. તેઓ કહે છે કે યુનિવર્સિટીનું ધ્યેય ઇંટરમીજીએટનું કે પદવીથી પણ આ- ગળનું ઉચ્ચતર શિક્ષણ આપવાનુ હાવું જોઈએ. આ ધ્યેયથી ઘણું નીચુ કાર્ય કરનારી જગતમાંની ઘણી સંસ્થાઓએ આ નામ ધારણ કર્યું છે. શબ્દના મૂળ અર્થ તરફ જોતાં તે આ સંસ્થાએ નક્કી કરેલા કાર્ય માંથી સાધેલા કાર્યાશ તરફ જોતાં મને એને યુનિવર્સિટી કહેવી યથા લાગે છે. ખીજી યુનિવર્સિટીના પગલે પગલે ન ચાલતાં આ યુનિવર્સિટીએ પેાતાનુ ક્ષેત્ર ઘણું વ્યાપક રાખ્યું છે. નામ ગમે તે હા પણ સંસ્થાની ચેાગ્યતા તેના કામ પરથી ડરે છે, અને તે કામ લોકેાની આગળ ધરેલું છે. Gandhi Heritage Portal