પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


પ્રકરણ ૧૧ મુ મુંબાઇ યુનિવર્સિટી અને મહિલાવિદ્યાપીઠમાંથી નીકળેલી એક વિશિષ્ટ વર્ગની સ્ત્રીઓની તુલના. Boxe એકજ પ્રકારને માલ તૈયાર કરનારાં એ કારખાનાં હાય તે તેમાંથી નીકળતા માલના ગુણદોષની તુલના કરવાનું મનુષ્યને સહજ મન થાય છે. એ માલ પેાતાને વાપરવાનેા હેાય તો એમ કરવામાં વિશેષ સંભાળ લેવામાં આવે છે. તેમ ન હાય તા આ તુલના જીજ્ઞાસા કે કુતુહલવૃત્તિથી કરવામાં આવે છે. ખાસ કરીને આ કારખાના માંહેથી એક સ્વદેશી ને બીજી પરદેશી હેાય તેા દેશી માલ સહજ ઉતરતા હોય તાપણ કેટલાક માણસા ‘શ્રેયાવષમાં ત્રિશુળ: ' એ ન્યાયે દેશી માલ જ વાપરે છે. દેશી કારખાનાં- ને પરદેશી સાથે ટકકર ઝીલતાં બહુ મુશ્કેલીઓ નડે છે. તેમને રેલ્વેની સગવડ મળતી નથી, સરકારનેા ટકા નહિ, મૂડી રોકનારા લોકેા શકાશીલ હાય છે. આટલી મુશ્કેલીએ છતાં પરદેશી માલ સામે ટક્કર ઝીલનારા દેશી માલને ઉત્તેજન આપવું જેઇએ એમ લાગવાથી કેટલાંક મનુષ્યા એ ખરીદે છે એ ખરૂં, પણ ઘણા વિચારવંત લાાની ખાત્રી થવા માટે પહેલાં વખત લાગે છે, તેા પછી સામાન્ય જનતાની ખાત્રી થતાં ઘણા વખત લાગે એમાં આશ્રય નથી. શિક્ષણુસંસ્થામાંથી નીકળતા માલ એટલે એ સંસ્થામાં મળતા શિક્ષણ વિષે પણ આવું જ બને છે. પ્રચલિત પદ્ધતિએ શિક્ષણ આપતી સંસ્થાને રાજમાન્યતાનું જે જોર હાય છે, તે પેાતાના જ બળ પર કાઢેલી જુદી જાતની સંસ્થાને હાતું નથી. આવી સંસ્થાને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. આપણા દેશમાં જે ઘણી વિદ્યાપીઠા નીકળી તેને શરૂઆતના જુસ્સાને લીધે લાકાએ સારા ટકા આપ્યા હતા, પણ આવેશ ઉતરી ગયા પછી લોકા માત્ર વ્યવહારિક દૃષ્ટિથી વિચાર કરવા લાગ્યા ને રાષ્ટ્રીય વિદ્યાપીઠને રામ રામ કરી સરકારી શિક્ષણ તરફ વળ્યા. રાજમાન્ય શિક્ષણને લીધે આટલી એકારી વધી છે તે સેકંડે દસ પંદર વિદ્યાર્થીએ બાદ કરતાં આકીના બધાને મૃગજળથી જ તરસ છીપાવવી પડે છે, તાપણુ તે લેવાનેા માઠુ સામાન્ય બુદ્ધિના કે તેથી પણ ઉતરતી બુદ્ધિના વિદ્યાર્થીઓ પણ છેાડી શકતા નથી. આનું પરિણામ એ થયું છે કે શિક્ષણમાં સારાસારને વિચાર ન કરતાં તેમાં નેકરી મેળવી આપવાનું સામર્થ્ય—એ નકલી છે કે ખરૂં એ જોવાની વિવેકબુદ્ધિ રહેતી નથી કેટલું છે એ એક જ વિચાર નિર્ણાયક બને છે. તળેગાંવના નવીન સમ વિદ્યાલય કે શાંતિનિકેતન જેવી ફક્ત પત છે. તો