પ્રાત્સાહનથી આશ્રમમાં આજન્મ સેવક તરીકે જોડાયા હતા તે તેની સ્ત્રી-
એની યુનિવર્સિટીની કૅાલેજના પ્રિન્સિપાલ તરીકે નીમણુંક થઈ હતી.
નાનકડા પાત્રને રમાડવાનું સદ્ભાગ્ય પણ તેમને પ્રાપ્ત થયું હતુ. તેથી પેાતે
સમાજ ને કુટુંબના ઋણમાંથી મુકત થયાં એમ તેમને લાગતું હતું. તેથી
મૃગજળ માફ્ક દૂર જતી આશા પાર પાડવાને જીવન ખર્ચી નાખવું પડે
તેાયે હરકત નથી એવી એમના મનની તૈયારી થઈ હતી. પેાતે અંધારામાં
ભુસ્કા મારે છે, પેાતાનું વય ૪૬ વર્ષનું છે, પેાતાને તદ્દન અપરિચિત દેશમાં
જીવનનિર્વાહાથે કામ કરવું પડશે, ભાષાજ્ઞાનના અભાવે પેાતાની સ્થિતિ મૂંગા
જેવી થશે તે સંકટ આવે તે તેમાંથી છૂટવા જેટલા પૈસા પણ પાસે હશે નહિ
એવી બધી ખબર હાવા છતાં, આશ્રમને એક પૈસા પણ લીધા સિવાય
જે કંઈ થાય તે કરવાનેા નિશ્ચય કરી તેમણે સંકટ સમુદ્રમાં પેાતાનું જીવન-
નાવ ઝૂકાવ્યું. જે સંકટ વ્હેારી લેવા હું જાતે તૈયાર ન થાત તે તેમને
માથે નાખવામાં હું ઘણે અંશે કારણરૂપ બન્યા. ધીરે ધીરે મારા પ્રાત્સા-
હનથી જ તે તૈયાર થયાં હતાં. આ એક પ્રકારની નિર્દયતા જ હતી એમ
હું કબુલ કરૂં છું, મારા અપરાધની તીવ્રતા ઓછી કરે એવી એક વાત
છે. તે એ કે પાતીખાઈમાં કેટલાક દુભ ગુણા છે એવી મારી માન્યતા
છે. આ ગુણાને વિશેષ સંકટના પ્રસંગેા સિવાય વિકાસ થતા નથી. તેથી
તેમને અમેરિકા જવાને ટકા આપવામાં તેમના વિશેષ ગુણાના વિકાસ માટે
ક્ષેત્ર મળે એવા મારા હેતુ હતા. પણ એમને રસ્તામાં એટલી બધી મુશ્કેલી-
એ હતી કે એમાં કદાચ જીવનું પણ જોખમ થાય એ હું સ્પષ્ટ જાણતા
હતા. મારી પાસેથી મળવાની મદદ વિષે મે એમના મનમાં ખાટી આશા
ઉત્પન્ન કરી ન હતી. અમેરિકા જવા આવવાનું ભાડું ને તે ઉપરાંત થાડા
રૂપિયા આપવાનું મેં કબુલ્યું હતું. આ માટે પણ મારી પાસે તે પૈસા
નહેાતા જ. પણ પહેલાં લેાન લેવી તે હપ્તે હપ્તે પાછી આપવી એવે
મારો ઇરાદો હતા. પરંતુ મારી એકસઠમી વર્ષગાંઠને દિવસે મુંબાઇ ને મહા-
રાષ્ટ્રની સ્ત્રીએએ મને રૂ. ૨૫૦૦ ની થેલી આપી હતી. તેમાં થાડા ઉમેરી
મેં તેમને માટે ૨૭૦૦ રૂ. ખર્ચ્યા. સ્ત્રી તરફથી મળેલી ભેટને આવા
મનેારાજ્ય માટે ઉપયેાગ કરવા એ ઠીક નથી એને મને બરાબર ખ્યાલ
છે; ને મહેનત કરી એ રકમ વ્યાજ સહિત બીજા કામમાં વાપરીશ એવી
મારી ઉમેદ છે. ' i Heritage Portal
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૫
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
અનાથ બાલિકાશ્રમનાં પહેલાં બાર વર્ષ