પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


તે ખરૂં. આ સભામાં વિદ્યાપી મહારાષ્ટ્રની બનાવવી, દર સાલ દસ રૂ. લવાજમ આપનાર અથવા ત્રણસે રૂ. નું દાન આપનાર પદવીધાને એક મતદાર સંધ બનાવવેા; તે પાંચ રૂ. વાર્ષિક લવાજમ અથવા દોઢસ રૂ. નું દાન દેનારા ખીજો મતદાર સંધ રચવા; વગેરે કેટલાક મુદ્દા ઘણા- ખરાને પસંદ પડયા. આ બધી બીના આશ્રમની વ્યવસ્થાપક મંડળીને માન્ય હતી; પણ આશ્રમની અસાધારણ સભા પાસેથી મંજુરી મેળવવાની હતી. તે માટે ૧૯૧૬ ની જાન્યુઆરીની ૧૯ મી તારીખે ફર્ગ્યુસન કૅાલેજમાં વ્યવસ્થાપક મંડળીની સભા મેળવી. તે વખતે ચાર પાંચ બહારનાંને પણ આમંત્રણ કર્યું હતું. અને ૩. કૃષ્ણાબાઇ ઠાકુર, ધેા. કે. રા. કાનિકટર, ધ્રા. હ. ગેા. લિમયે અને પ્રા. વિજાપુરકર પણ હાજર હતા. આ સભામાં નવીન નીકળનારી સંસ્થાને “ મહારાષ્ટ્ર શારદાપીઠ ” એવું નામ આપવાની સૂચના થઈ, તથા ઉદ્દેશ અને સેનેટના સભાસદ ચુટવા માટેના નિયમ તૈયાર કરવામાં આવ્યા. ૐા. કવે, પ્રા. ભાટે, Öા. કાનિટકર, પ્રા. લિમયે, શ્રી. ન. ચિ. કેલકર તે શ્રી. મ. કે. ગાડગીલ એ છ ગૃહસ્થાની સ્ત્રીએની યુનિવર્સિટી માટે જરૂર પડે તે કામ કરવા માટે એક કામચલાઉ સમિતિ નીમવાની ભલામણુ આશ્રમના સભાસદોની અસાધારણ સભાને કરવાના તે એ અસાધારણ સભા ૧૯૧૬ ની ૧૩ મી ફેબ્રુઆરીએ ભરવાના ઠરાવેા થયા. ( વચ્ચે કેટલાક મહત્વના બનાવ બન્યા હતા. તે વખતે હિંદુસ્થાનની કાંઉસિલમાં સર શકરન નાયરના હાથમાં વિદ્યાખાતું હતું. તેથી તેમને આ કલ્પના વિષે શા મત છે તે જાણવા માટે તેમની પાસે ડેપ્યુટેશન લઇને જવાનું અમે ઠરાવ્યું તે તેમને એ વિશે પત્ર લખ્યા. તેમણે જણાવ્યું કે “ હિંદુ યુનિવર્સિટીને પાયા નાખવા માટે મારે બનારસ જવાનું છે, માટે તમે ત્યાં આવી મને મળેા. ” મારે તે આ ભાવતું જ થયું. કારણ કે કલકત્તા સુધી જવાને બદલે અનારસ જવાથી જ પત્યું તે એ સમારંભ જોવાની તક મળી. હું, હરિભાઉ દિવેકર ને કૃષ્ણાબાઈ ઠાકૂર ડેપ્યુટેશન તરીકે બનારસ ગયાં ને સર શંકરન નાયરને મળ્યાં. તેમને આ યાજના ઠીક લાગી તે તમારું કામ અમુક ચેાસ સ્વરૂપ પકડે ત્યાર પછી જોઈશું, એવા જવાબ આપ્યા. પ્રા. ૫. કા. તેલંગ મને ડૅા. ખિસેટ પાસે લઈ ગયા. તેમને યાજના અહુ પસંદ પડી તે “ આ યુનિવર્સિટી ક્ત મહારાષ્ટ્ર માટે ન કાઢતાં તેને વ્યાપક સ્વરૂપ આપે ” એવી સલાહ Xા. તેલગે ને તેમણે મને આપી ||