પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ભાવનગરમાં ત્યાંના ઉત્સાહી સ્ત્રીકેલવણી મંડળે આ વિદ્યાપીઠના ધારણે ૧૯૨૫ માં મહિલા વિદ્યાલય સ્થાપ્યું. ૧૯૨૬ માં વિદ્યાપીઠના ઇન્સ્પેકટરે આ શાળા તપાસી. ૧૯૨૭ માં તે વિદ્યાપીઠ સાથે જોડવામાં આવી અને તેને ઘેાડી ગ્રાંટ આપવામાં આવી. તે હાલ પૂર્ણ હાઇસ્કુલ થઇ છે. ૮૦ આ ઉપરાંત સતારા, બેલગામ તે સાંગલીની શાળાની હકીકત પાછળના પ્રકરણમાં આવી છે. સતારા ને બેલગામની શાળા પૂર્ણ હાઈસ્કુલના સ્વરૂપમાં છે. સાંગલીની શાળા પૂર્ણ હાઇસ્કુલ થશે. આ બધી શાળાએ વિદ્યાપીઠ સાથે જોડાયેલી છે. આ વિદ્યાપીઠને ધારણે ચાલતી કેટલીક મિડલ સ્કુલા પણ છે. આકાલાની ટિળક કન્યાશાળા સૌ. ઈંદિરાબઇ કટ્ટીના નેતૃત્વ નીચે ચાલે છે. આ શાળા શરૂ થયાને ઘણાં વર્ષોં થયાં છે. શીતાપૂરમાં સરસ્વતી મંદિરના આશ્રય નીચે ચાલતી શાળાનાં લેડી સુપ્રિન્ટેડેટ કુ. અનુબાઇ દેશપાંડે જી. એ. છે. શ્રી વિ. આ. મેાડક તે અનાથ બાલિકાશ્રમના એક આજન્મ સેવકે આ શાળા માટે ઘણી મહેનત લીધી છે. વાઇમાં શ્રી. બાપુ સાહેબ કાથવટે તે શ્રી. બાપુ સાહેબ દાતાર એ બન્ને પેન્શનરાના શ્રમથી કન્યાશાળા શરૂ થઇ છે. એ શાળા પર જી. એ. સુધી ભણેલાં એક બાઈ દેખરેખ રાખે છે. રત્નાગિરીની શાળા વિદ્યાપીઠનાં જી. એ. સૌ આનંદીબાઇ જોશીના નેતૃત્વ નીચે ચાલે છે. આ શાળા માટે તેમણે ખૂબ મહેનત લીધી છે તે આજ ત્રણ વર્ષથી તેમને શ્રમ ચાલુ છે. જે જે પ્રાંતમાં જુદી જુદી ભાષા વપરાય છે તે દરેક પ્રાંત માટે સ્વતંત્ર સ્ત્રીઓની યુનિવર્સિટી હાવી જોઈએ એ અન્તિમ ધ્યેય છે. પરંતુ એવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી ખીજા પ્રાંતાને મધ્યવર્તી વિદ્યાપીઠના લાભ લીધા વિના છૂટકેા નથી. કાઇ પણ પ્રાંતની શાળા કિવા કૉલેજ આ વિદ્યાપી સાથે જોડવામાં આવે તે તેને યથાશક્તિ દ્રવ્યની સહાય આપવાનું તે તેમાંની વિદ્યાર્થીનીએની પરીક્ષા લેવાનું કામ અમારાથી થઈ શકશે. વડનેા લાભ ખીજા પ્રાંતાએ જરૂર લેવા જેવે છે. સગ શિક્ષણના માર્ગમાંની અડચણા દૂર કરી સ્ત્રીએ માટે વિદ્યાપ્રાપ્તિ સુલભ કરવાનું મ આ વિદ્યાપીઠના હાથે થાડું ઘણું થાય છે. શાળા કિંવા કૅાલેજમાં ન જતાં ઘેર અભ્યાસ કરી વિદ્યાપીઠની પરીક્ષામાં એસ- માટે લાંબે પ્રવાસ કરવાની વાની સગવડ છે. વિદ્યાર્થીનીઓને પરીક્ષા મ